News Continuous Bureau | Mumbai
તાજેતરમાં સોશિયલ પ્લેટફોર્મ(Social platform) ટ્વીટર(Twitter) પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં મુંબઈથી ગોવાની ફ્લાઇટ(Flight) કરતા પણ ઓનલાઈન એપ(Online app) પર મુંબઈના પ્રભાદેવીથી ડોંબીવલી નું ભાડું મોંઘું હોવાનું એક યુઝરે ટ્વીટ કરી છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ શ્રવણકુમાર સુવર્ના(Shravankumar Suvarna) નામના એક પ્રવાસીએ 30 જૂનના મુંબઈના પ્રભાદેવીથી ડોંબીવલી ઓનલાઇન ટેક્સી સર્વિસ(Online taxi service) ઉબેર કેબ(Uber Cab) પર ટેક્સી બુક કરી હતી, જેના ભાવ જોઈને તેને ચક્કર આવી ગયા હતા.
ટ્વીટર પર તેણે કરેલી ટ્વીટ મુજબ એપ પર પ્રભાદેવીથી ડોંબીવલી માટે હેચબેકનું ભાડુ 3,041 રૂપિયા, સેડનનુ ભાડું 4,081 અને SUVનું આ અંતર માટે ભાડું 5,159 રૂપિયા બતાવ્યું હતું.
શ્રવણકુમાર એપ પર ટેક્સી સર્વિસના ભાવ જોઈને ચોંકી ગયો હતો અને પ્રભાદેવીથી ડોંબીવલીના ટેક્સીભાડા કરતા તો મુંબઈથી ગોવાની ફ્લાઈટ સસ્તી હોવાની નારાજગી વ્યકત કરતી ટ્વીટ કરી હતી, તેની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થઈ ગઈ છે અને તેના પર મોટા પ્રમાણમાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.
Flight to goa is cheaper than my ride home #peakmumbairains pic.twitter.com/r3JLGAwQxc
— Shravankumar Suvarna (@ShravanSuvarna) June 30, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હવે ટુ-વ્હીલર લાયસન્સ મેળવવું લોઢાના ચણા ખાવા સમાન- આપવી પડશે 3થી 4 કલાકની આકરી ટેસ્ટ-જાણો વિગત
મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ બાબતે ઉબેર કેબ(Uber Cab) તરફથી સત્તાવાર કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ તેના એક અધિકારીના કહેવા મુજબ ડિમાન્ડ અને સપ્લાયના આધારે તેમની ટેક્સીના ભાવ બદલાતા હોય છે. સંબંધિત વ્યક્તિએ મુશળધાર વરસાદ(Heavy Rain) દરમિયાન કેબ બુક કરી હતી ત્યારે ડિમાન્ડ વધારે હતી અને સપ્લાય ઓછી હતી, તેથી તેના ભાવ વધુ હતા.
ઉબેરે સત્તાવાર સ્પષ્ટતા કરી નહોતી પરંતુ બિનસત્તાવાર રીતે તેના અધિકારીએ આપેલા જવાબથી મગજ ચકરાઈ ગયું હોવાની પણ લોકોએ કોમેન્ટ કરી હતી.