News Continuous Bureau | Mumbai
મુંબઇગરાને હવે ટુ-વ્હીલર લાયસન્સ(Two-wheeler license) મેળવવું પહેલા જેટલું આસાન નહીં રહેશે. લાયસન્સ મેળવવા માટે આકરત ટેસ્ટ આપવી પડશે. ભૂતકાળમાં ૩ થી ૪ મિનિટમાં સ્કુટર(Scooter) કે મોટરસાઇકલનું(motorcycle) લાઇસન્સ મેળવનારા લોકોને એ માટે હવે ૩ થી ૪ કલાક આપવા પડશે.
તાડદેવ આરટીઓમાં(tardeo RTO) એનો પાયલોટ પ્રોજેક્ટ(Pilot project) શરૂ થઇ ગયો છે. બહુ જલ્દી વડાલાના(Wadala) ઇસ્ટર્ન આરટીઓ(Eastern RTO) અને અંધેરી તથા બોરિવલીના વેસ્ટર્ન આરટીઓમાં અમલમાં મુકાશે. કોલાબા-કફ પરેડ(Colaba-Cuffe Parade) અને માહિમ-સાયન સુધીના અરજદારોને તાડદેવના આરટીઓમાંથી લાઇસન્સ મળે છે.
આરટીઓના તાડદેવના અધિકારીના કહેવા મુજબ મુંબઇમાં બાઇક અકસ્માતો(Bike accidents) વધી ગયા હોવાથી ટુ-વ્હીલરના લાઇસન્સ ઇશ્યુ કરવામાં વધુ સાવધાની રાખવામાં આવી રહી છે. મુંબઈમાં ૨૦૨૦માં રોડ અકસ્માતોમાં(Road accidents) માર્યા ગયેલા ૩૪૯ લોકોમાંથી ૧૬૬ બાઇકર હતા.
હવે તાડદેવ આરટીઓમાં આવી દરેક અરજદાર માટે ગ્રાઉન્ડ ટેસ્ટ(Ground test) ફરજિયાત કરાઇ છે. 'અરજદાર વાહન પર બેલેન્સ અને ગ્રિપ રાખી શકે છે કે નહિ અને એનામાં કેટલો આત્મવિશ્વાસ છે કે નહિં એ પણ હવે ઓફિસરો ચેક કરવામા આવી રહ્યું છે. અનેક વખત ચાલક સમયસર બ્રેક ન મારતા એનું ટુ-વ્હીલર ટ્રક, ઓટો કે ટેક્સી સાથે અથડાતા હોય છે. તેથી બાઇકર સમયસર બ્રેક મારી શકે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મેટ્રો-6ના આડે રહેલી અડચણ દૂર- પ્રોજેક્ટ અફેક્ટેડ લોકોની અરજી ફગાવી બોમ્બે હાઈ કોર્ટે આપ્યો આ આદેશ-જાણો વિગત
ગ્રાઉન્ડ ટેસ્ટ ઉપરાંત અરજદારે હવે સિમ્યુલેટર રાઇડ ટેસ્ટ(Simulator ride test) પણ આપવી પડશે. યુનાઇટેડ વે(United Way) મુંબઇ નામની એનજીઓના વોલેન્ટિયર સિમ્યુલેટર રાઇડ ટેસ્ટમાં લોકોને વાહન ચલાવવાની સુરક્ષિત આદતોનું જ્ઞાન આપશે. સિમ્યુલેટર પર અરજદારને રાતે, વરસાદમાં અને સેંકડો વાહનો વચ્ચે બાઇક ચલાવવાનો સાચુકલો અનુભવ કરાવે છે એ ઉપરાંત, અરજદારોએ નિષ્ણાતો દ્વારા લેવાતા રીફ્રેશર કોર્સમાં(refresher course) પણ હાજરી આપવી પડશે.
