Godrej Enterprises: AMCA માટે સ્વદેશી ઉત્પાદન તરફ એક પગલું, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપે એરો ઈન્ડિયામાં ADA સાથે વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા

Godrej Enterprises: એડવાન્સ્ડ ક્ષમતાઓ સાથે ચાવીરૂપ રાષ્ટ્રીય કાર્યક્રમોને આગળ ધપાવવાની તૈયારી; અત્યાધુનિક ફ્લાઈટ કન્ટ્રોલ એક્ચ્યુએટર્સ માટે ADA સાથે MoU

by khushali ladva
Godrej Enterprises A step towards indigenous manufacturing for AMCA

News Continuous Bureau | Mumbai

  • ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપે એરો ઈન્ડિયામાં વ્યૂહાત્મક MOU કર્યા

Godrej Enterprises: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપનો એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસનો એરોસ્પેસનો વ્યવસાય, ભારત સરકાર દ્વારા સમર્થિત રાષ્ટ્રીય કાર્યક્રમોને સમર્થન આપવા માટે બેંગલુરુ ખાતેના એરો ઇન્ડિયા 2025 દરમિયાન બહુવિધ મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરીને ભારતના આત્મનિર્ભરતાના વિઝન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી રહ્યો છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA),સાથે કરવામાં આવેલા MoU ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે ફ્લાઇટ કંટ્રોલ એક્ટ્યુએટરના સ્વદેશી ઉત્પાદન તરફ એક નિર્ણાયક પગલું દર્શાવે છે.

Godrej Enterprises A step towards indigenous manufacturing for AMCA

Godrej Enterprises A step towards indigenous manufacturing for AMCA 

આ MoU ફ્લાઇટ-ક્રિટિકલ DDV-આધારિત સર્વો એક્ટ્યુએટર્સ અને તેની સાથે સંકળાયેલા કાર્યાત્મક તત્વો માટેના પુરજાઓના વિકાસમાં ADA સાથે ગોદરેજની બે દાયકા લાંબી ભાગીદારી પર આધારિત છે. આ સહયોગ નિર્ણાયક એરોસ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. MoU હેઠળ, ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપ AMCA માટે ફ્લાઇટ કંટ્રોલ એક્ટ્યુએટર્સનું વ્યાપક ઉત્પાદન હાથ ધરશે, જેમાં પ્રિસીઝન મેન્યુફેકચરિંગ, એરોસ્પેસ-ગ્રેડ કાચા માલની પ્રાપ્તિ, એસેમ્બલી અને પરીક્ષણ તેમજ ક્વોલિફિકેશન ટેસ્ટ માટે ટેસ્ટ રિગ્સનું નિર્માણ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો:  Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે

Godrej Enterprises: આ વ્યવસાય તેની ઉત્પાદન પ્રક્રિયાઓ અને ડિઝાઇન ક્ષમતાઓમાં ક્રાંતિ લાવવા 3D પ્રિન્ટીંગ જેવી પરિવર્તનકારી તકનીકોને અપનાવતી વખતે ‘બિલ્ટ ટુ પ્રિન્ટ’થી આગળ વધીને ‘બિલ્ટ ટુ સ્પેક’ ક્ષમતાઓમાં પરિવર્તિત થઈ રહ્યો છે. આ અદ્યતન તકનીક એક જ પ્રિન્ટીંગ પ્રક્રિયામાં જટિલ ઘટકોના નિર્માણને સક્ષમ બનાવે છે, બહુવિધ પરંપરાગત ઉત્પાદન તબક્કાઓને દૂર કરે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરે છે. આ વ્યવસાયને DGAQA, DRDO લેબ્સ, ISROના કેન્દ્રો, HAL, BDL, BEL અને બોઇંગ, GE એરોસ્પેસ, હનીવેલ, IAI, પાર્કર એરોસ્પેસ, રાફેલ, રોલ્સ-રોયસ અને સેફ્રાન જેવી અન્ય અગ્રણી વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ દ્વારા પણ માન્યતા પ્રાપ્ત છે.

Godrej Enterprises A step towards indigenous manufacturing for AMCA

Godrej Enterprises A step towards indigenous manufacturing for AMCA

 

 

 

 

 

 

 

 

 

 

ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપના એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસના એરોસ્પેસ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, માણેક બહેરામકમદીને જણાવ્યું હતું કે, “આ ભાગીદારી એરોસ્પેસ સેક્ટરમાં આત્મનિર્ભર ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ભારતની એરોસ્પેસ ક્રાંતિમાં મોખરે હોવાનો અમને ગર્વ છે, જેમાં અમે અત્યાધુનિક એન્જિનિયરિંગ અને પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી રહ્યા છીએ. અમે વૈશ્વિક સ્તરે ભારતની ઉત્પાદન ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને સક્ષમ અને ઉન્નત કરવાનું યથાવત રાખીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad Millet Festival: રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ કરી મોજ, ૧૦૫ સ્ટોલ્સમાંથી આટલા લાખની ખરીદી કરી

Godrej Enterprises: એરો ઈન્ડિયા 2025માં, કંપની તેની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓની વ્યાપક શ્રેણીનું પ્રદર્શન કરી રહી છે. પ્રદર્શનની હાઇલાઇટ્સમાં પંખા, કોમ્પ્રેસર, ટર્બાઇન અને વિદેશી સામગ્રીમાંથી ઉત્પાદિત શાફ્ટનો સમાવેશ થાય છે, જે કંપનીની અત્યાધુનિક મશીનિંગ ક્ષમતાઓનું નિદર્શન કરે છે. આ પ્રદર્શનમાં એક્ચ્યુએટર્સ, નોઝ-વ્હીલ સ્ટીયરિંગ મેનીફોલ્ડ્સ, લ્યુબ્રિકેશન પંપ અને અપલોક સહિતના સ્વદેશી નિર્મિત રિપ્લેસેબલ યુનિટ્સ (LRUs) ઉપરાંત પ્રિસીઝન એન્જિનીયર્ડ ટ્યુબ્સ, ડક્ટ્સ અને બ્રેકેટ્સ, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલનો સમાવેશ થાય છે. એરક્રાફ્ટ પાયલોન અને માનવરહિત એરિયલ વ્હીકલ્સ (યુએવી) માટે ડિઝાઇન કરાયેલા વિવિધ કાર્બન ફાઇબર કમ્પોઝિટ ભાગો માટે ઇજેક્ટર રીલીઝ યુનિટ (ERU)નું વર્કિંગ મોડેલ કંપનીની વૈવિધ્યપૂર્ણ નિપુણતામાં ઉમેરો કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More