Site icon

Gokhale Bridge: મુંબઈના ઘણા વિલંબ બાદ, ગોખલે બ્રિજની એક લેન આ તારીખે ટ્રાફિક માટે ખુલ્લી મુકાશે

Gokhale Bridge: ગોખલે બ્રિજના એક બાજુનુ કામ હવે પૂર્ણ થવાની આરે છે. ઘણા વિલંબ બાદ પાલિકાએ ફરી બ્રિજના એક બાજુને ખોલવાની તારીખ જાહેર કરી છે. એવામાં સ્થાનિકોએ જ્યારે વાસ્તવિક પુલના કામની મુલાકાત લીધી ત્યારે તેઓએ કામની ગુણવત્તા અને ઝડપ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

Gokhale Bridge After many delays in Mumbai, one lane of Gokhale Bridge will be opened for traffic on this date.

Gokhale Bridge After many delays in Mumbai, one lane of Gokhale Bridge will be opened for traffic on this date.

News Continuous Bureau | Mumbai 

Gokhale Bridge: મુંબઈમાં 25મી ફેબ્રુઆરી, 2024ના હવે મહાનગરપાલિકા ( BMC ) દ્વારા અંધેરી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજની ( Gopalkrishna Gokhale Bridge ) એક બાજુ શરૂ કરવા માટે નક્કી કરવામાં આવી છે. મહાનગપાલિકા વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, 23 ફેબ્રુઆરી સુધી રસ્તાનું લેન ટેસ્ટિંગ ( Lane testing ) અને ભારે ટ્રાફિક ( Traffic ) માટે પરીક્ષણ કરવામાં આવશે. જોકે, સ્થાનિકોએ જ્યારે વાસ્તવિક પુલના ( કામની મુલાકાત લીધી ત્યારે તેઓએ કામની ગુણવત્તા અને ઝડપ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, ગોખલે બ્રિજના કામની દેખરેખ અને નિયંત્રણ માટે પાલિકાએ વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરી ન હોવાથી તેઓએ કમિશનરને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી છે. પૂર્વ-પશ્ચિમ દિશાને જોડતો પુલ બંધ થવાને કારણે અંધેરીમાં ( Andheri ) ટ્રાફિક જામ વધી ગયો છે. મહાનગરપાલિકા એ આ મામલે મુસાફરોને પડતી અગવડતા દૂર કરવા બ્રિજની એક બાજુ ખોલવાની ખાતરી આપી હતી. જો કે, અંધેરીના સ્થાનિકોએ કમિશનરને પત્ર લખીને અનેક કારણોસર કામમાં વિલંબ થયો છે એવો દાવો કર્યો હતો. ગોખલે બ્રિજથી શરૂ થતી એક લેન હાલમાં સમારકામ હેઠળ છે.

જો કે આ કામ હજુ કેટલા દિવસ લાગશે તે અંગે પાલિકાએ જાણ કરવી જોઈએ, તેવી સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે.

 સ્થાનિકોએ પાલિકાને પત્ર લખીને કરી ફરિયાદ..

બ્રિજના માર્ગના વિવિધ ભાગોમાં હજુ સિમેન્ટ લગાવવાનું કામ બાકી છે અને તેમાં સમય લાગી શકે છે. પાલિકા આ ​​કામો ક્યારે કરશે તેવો પ્રશ્ન પણ આ પત્રમાં સ્થાનિકોએ ઉઠાવ્યો છે. આ સિવાય અંધેરી વેસ્ટમાં ગોખલે બ્રિજથી આવવા-જવા માટે પગપાળા સીડીની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમ છતાં તે અંગે કોઈ કામગીરી શરૂ ન કરાઈ હોવાની સ્થાનિકોએ પત્રમાં તેની પણ ફરિયાદ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Swami Govind Dev Giri Maharaj : મુંબઈમાં સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક અને હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આજે થશે આ મહાનુભવ સ્વામીનું સન્માન સમારોહ.

એક રિપોર્ટ મુજબ, હજુ સુધી પાલિકા દ્વારા ગોખલે બ્રિજ પર કોઈ ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. બ્રિજના કામની દેખરેખ અને નિયંત્રણ કરવા માટે, સ્થાનિક લોકો હાઇલાઇટ કરી રહ્યા છે કે તે શક્ય તેટલી વહેલી તકે વરિષ્ઠ અધિકારીની નિંમણુંક કરવામાં આવે. બ્રિજ પર નોંધાયેલા વાંધાઓ અંગે નાગરિકોએ કાર્યવાહી કરવી જોઇએ તેવો પણ ઉલ્લેખ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અંધેરીમાં ટ્રાફિકની ( Traffic Jam ) ભીડને ટાળવા માટે, ગોખલે પુલની પશ્ચિમ બાજુને બરફીવાલા ફ્લાયઓવર સાથે જોડવામાં આવશે. જો કે હજુ સુધી આ બાબતે કેમ કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી તેવો પ્રશ્ન સ્થાનિકોએ ઉઠાવ્યો છે અને પત્રમાં માંગણી કરી છે કે બીજા બીમનું કામ ક્યારે શરૂ થશે તે અંગે પાલિકાએ જાણ કરવી જોઈએ.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version