Gokhale Bridge : ગોખલે-બરફીવાલા બ્રિજનો જોડાણ શક્ય નહીં, બીએમસીના 100 કરોડ વેડફાયા..

Gokhale Bridge : અંધેરીને પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ અને સી. ડી. બરફીવાલા પુલ વચ્ચેના અંતરને કારણે મુંબઈ પાલિકાની ઈજનેરી કામગીરી પર હવે પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે.

by Bipin Mewada
Gokhale Bridge Gokhale-Barfiwala bridge connection not possible, 100 crores of BMC was wasted..

News Continuous Bureau | Mumbai

Gokhale Bridge : અંધેરીનો બહુપ્રતિક્ષિત ગોખલે બ્રિજની શરૂઆતથી લઈને તેને તોડવા સુધી, ગર્ડર નાખવાથી લઈને તેના ઉદ્ઘાટન સુધી આ બ્રિજ ચર્ચાનો વિષય રહ્યો છે. ગોખલે ફ્લાયઓવર પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો છે. આ બ્રિજનું કામ 1લી એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ પર અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આખરે 26 ફેબ્રુઆરીએ આ બ્રિજની એક લેન ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો કે આ બ્રિજનો એક રૂટ ખુલ્લો મુકાયા બાદ પણ આ બ્રિજ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે આ બ્રિજના નિર્માણ અને ખોટી યોજનાને કારણે વહીવટીતંત્રની હાલ હાંસી ઉડી રહી છે. 

વાસ્તવમાં, અંધેરીને ( Andheri Bridge ) પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ અને સી. ડી. બરફીવાલા પુલ ( barfiwala flyover ) વચ્ચેના અંતરને કારણે મુંબઈ પાલિકાની ( BMC ) ઈજનેરી કામગીરી પર હવે પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે. તેના પર પાલિકાના ઈજનેર વિભાગે હવે ખુલાસો કર્યો છે કે, બરફીવાલા બ્રિજને ગોખલે બ્રિજ સાથે જોડવા માટે વર્તમાન પરિસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ માર્ગ અને જુહુ તરફ અંધેરી સ્ટેશન તરફ રિપેર અથવા અપગ્રેડેશનના કામ માટે વધારાની જગ્યાની જરૂર પડશે. તેથી જો ગોખલે પુલના કામની સાથે જોડાણની કામગીરી હાથ ધરવામાં આવે તો આ બંને માર્ગો બંધ કરવા પડશે.

 ગોખલે બ્રિજના બીજા તબક્કાના કામની સાથે સાથે બંને બ્રિજને જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે…

તેમજ સ્વામી વિવેકાનંદ માર્ગ અને બરફીવાલા માર્ગ પર ટ્રાફિક ખોરવાઈ જવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે ગોખલે બ્રિજના બીજા તબક્કાના કામની સાથે સાથે બંને બ્રિજને જોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જો કે, નવા બંધાયેલા ગોખલે બ્રિજનો ઢાળ સ્વામી વિવેકાનંદ માર્ગ તરફ છે, તો બરફીવાલા બ્રિજનો ઉત્તરી ઢાળ ગોખલે બ્રિજ તરફ છે. તેથી બન્નેનો ઢાળ એકબીજા સાથે મળતા નથી. તેથી આવા કામ પર હવે સવાલો ઉભા થયા છે.

આ સમાચાર પણ વાંચો :  China Beggar: આ ‘ભિખારી’ મહિને ૮ લાખ રૂપિયા કમાય છે…12 વર્ષથી રસ્તા પર માંગે છે ભીખ!

-જો કે, આ અંગે સલાહકારોએ કહ્યું હતું કે, ગોખલે બ્રિજ પરના રેલ્વે વિસ્તારના પિલર નંબર 5 અને બરફીવાલા જંકશન પર વર્તમાન નિયમો અને વાહનોની સુરક્ષાના મુદ્દાઓને કારણે જોડાણ શક્ય નથી.

-તેમજ પૂર્વ દિશામાં જૂના પુલને ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રેલવેએ 24મી માર્ચ અને 16મી એપ્રિલ 2021ના રોજ પાલિકાને જાણ કરી હતી કે રેલવે વિસ્તારમાં પુલનું પુનઃનિર્માણ કાર્ય જરૂરી છે.

-જે બાદ ફરીથી પાલિકાએ પ્લાન તૈયાર કર્યો અને રેલવે પ્રશાસને 30 મે 2022ના રોજ તેને મંજૂરી આપી. પ્લાનમાં રેલવે વિસ્તારમાં બ્રિજની ઊંચાઈ 8.45 મીટર મંજૂર કરવામાં આવી હતી. પરિણામે, રેલ્વે હદમાં પુલની ઊંચાઈ 2.73 મીટર વધી છે.

-તેથી, હાલના રેલ્વે વિભાગ અને બરફીવાલા જંકશન પરના પુલના સ્તર વચ્ચેના પુલની ઊંચાઈમાં તફાવત 2.83 મીટર છે.

-જેમાં હવે બંને પુલના ઢાળ એકબીજાની સામે છે. આથી બંને પુલના ઢાળને જોતા બરફીવાલા પુલને ગોખલે પુલ સાથે જોડવો શક્ય ન હોવાનું પાલિકા દ્વારા જણાવાયું છે. તેમજ ખૂબ જ ઉંડો ઢોળાવ હોવાથી અકસ્માતની શક્યતાઓ વધુ રહે છે. તેથી હવે ગોખલે, બરફીવાલા પુલને જોડવા માટે નગરપાલિકા, રેલવે ઓથોરિટી, કન્સલ્ટન્ટ સાથે બેઠકો ચાલી રહી છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે વીજેટીઆઈ સંસ્થા દ્વારા સૂચવવામાં આવેલી પ્રક્રિયા મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Metro : મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં મળશે અવિરત મોબાઈલ ઈન્ટરનેટ સેવા; MMRCએ રિયાધ સ્થિત ACESની પેટાકંપની સાથે કર્યા કરાર..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More