આખરે મુંબઈના મોતીલાલ નગર ને રીડેવલપમેન્ટ નું મુહૂર્ત સાંપડ્યું. ટેન્ડર બહાર પડયું. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑક્ટોબર, 2021

શનિવાર

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં સ્થિત મોતીલાલ નગર ને વિકાસ નું મુહૂર્ત હવે સાંપડ્યું છે. મોતીલાલ નગર ના રીડેવલપમેન્ટ માટે ખાનગી રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન કંપની ના માધ્યમથી આગળ વધવાનો નિર્ણય લેવાયો છે. મ્હાડા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મોતીલાલ નગર ના પુનર્વિકાસ ની કિંમત ૨૨,૦૦૦ કરોડ રૂપિયા છે. આટલી મોટી રકમ રાજ્ય સરકારને પરવડે તેમ ન હોવાને કારણે રાજ્ય સરકારે ટેન્ડર બહાર પડયું છે.

શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારાઓ પાસેથી હવે દંડ મુંબઈ મનપા વસૂલ કરશે? પાર્કિંગ અને દંડ વસૂલવાનો અધિકાર ટ્રાફિક પોલીસના બદલે પાલિકાના હાથમા આવશે? જાણો વિગત

જોકે સ્થાનિક રહેવાસીઓએ આ ટેન્ડર નો વિરોધ કર્યો છે તેમજ ટેન્ડર ની વિરુદ્ધમાં ન્યાયાલયમાં જવાનો નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહે છે કે પુનર્વિકાસ થાય છે કે પછી વાદવિવાદ થાય છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *