મુંબઈની સાંકડી ગલીઓમાં કચરો ઉપાડવા માટે બીએમસીનો માસ્ટર પ્લાન, શહેરમાં દોડાવશે ‘ઈ-ઓટો રિક્ષા’.. થશે આ ફાયદા..

govandi and chembur mumbai municipal corporation ambitious project e auto rickshaw for garbage
મુંબઈની સાંકડી ગલીઓમાં કચરો ઉપાડવા માટે બીએમસીનો માસ્ટર પ્લાન, શહેરમાં દોડાવશે 'ઈ-ઓટો રિક્ષા'.. થશે આ ફાયદા..

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકા હવે હવે શહેરની ગલીઓમાં કચરાને ઉપાડવા માટે અત્યાધુનિક ‘ઈ-ઓટો રિક્ષા‘ ચલાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નગરપાલિકાના M/East ગોવંડીચેમ્બુર વિભાગમાંથી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં છ ઓટો રિક્ષા ચલાવવામાં આવશે. તેનાથી નાની વસાહતોમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.

નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ 2 ઑક્ટોબર, 2017થી સોસાયટીઓ માટે કચરાનું સંચાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જેમાં 20 હજાર ચોરસ મીટરથી મોટી હાઉસિંગ સોસાયટીઓ અને 100 કિલોથી વધુ કચરો પેદા કરતી ઇમારતો અને સંસ્થાઓને ભીના કચરાનું વ્યવસ્થાપન ફરજિયાત કરવામાં આવ્યું છે. કચરાના વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવા માટે, કચરાના વર્ગીકરણ, ભીના કચરાનું ખાતર, સૂકા કચરાનો નિકાલ, કચરાના પાણીનો પુનઃઉપયોગ અથવા વરસાદી પાણીના સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકતી સાયટીઓ-સ્થાપનાઓને કરમાં છૂટ આપવામાં આવી રહી છે. ચાલી અને ઝૂંપડપટ્ટીમાં કચરો ઘટાડવા માટે પેમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં આવશે. તેથી મુંબઈમાં દૈનિક કચરાનું પ્રમાણ સાડા સાત હજાર મેટ્રિક ટનથી ઘટીને લગભગ સાડા પાંચ હજાર મેટ્રિક ટન થઈ જશે.

આ પ્રવૃતિ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટર દ્વારા અમલમાં મુકવામાં આવશે. જેમાં ઓટોરિક્ષામાં એકઠો થતો કચરો પાલિકાના મોટા વાહનોમાં ભેગો કરીને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચાડવામાં આવશે. આમાં સૂકો કચરો અને ભીનો કચરો પણ હશે. તદુપરાંત, આ ઇલેક્ટ્રિક રિક્ષાઓ પર્યાવરણને અનુકૂળ હશે. પ્રત્યેક રિક્ષામાં 400 થી 500 કિલો કચરાની ક્ષમતા હશે. હાલમાં, નગરપાલિકાના M/East વિભાગમાં દરરોજ કુલ 310 મેટ્રિક ટન કચરો એકઠો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.

થશે આ ફાયદા

મુંબઈમાં લગભગ 50 થી 60 ટકા લોકો હજુ પણ સ્લમ વિસ્તારોમાં રહે છે. મ્યુનિસિપલ કચરો એકત્ર કરતી ટ્રકો અને નાની ટ્રકો આ ગીચતાવાળા રહેણાંક વિસ્તારોમાં પહોંચી શકતા નથી. આથી ક્યારેક આ કચરો પડેલો હોય તો દુર્ગંધ અને બીમારીનો ભય રહે છે. તેમજ નાના સાંકડા રસ્તા, મોટા વાહનો વસાહતોમાં પાર્કિંગની સમસ્યાના કારણે પહોંચી શકતા નથી. તેથી નવી ઈ-ઓટો રિક્ષાઓ ફાયદાકારક બની રહશે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!