News Continuous Bureau | Mumbai
Gopal Shetty: ઉત્તર મુંબઈ સાંસદ ગોપાલ શેટ્ટી ૨૦ મે ના ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અયોધ્યા સપરિવાર પહોંચ્યા હતાં.
કાર સેવક તરીકે શ્રી રામ જન્મભૂમિ ખાતે અનેક વખત જય આવેલ સાં.ગોપાલ શેટ્ટીએ આ વાત કરી એક આમંત્રણ સર્વ નાગરિકોને પાઠવેલ છે. આ આમંત્રણ પત્રમાં સાંસદ ગોપાલ શેટ્ટી એ સહુને શ્રી રામ ભંડારાનું ( Shri Ram Bhandara ) આયોજન અને પ્રસાદી લેવા વિનંતી કરેલ છે.

Grand Ram Bhandara organized by North Mumbai MP Gopal Shetty
Gopal Shetty: સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ વિનંતી આ મુજબ છે,
“પ્રિય મિત્રો, તમે બધા જાણો છો કે રામજન્મભૂમિ ( Shri Ram Janmabhoomi ) આંદોલન દરમિયાન મને ત્રણ વખત અયોધ્યા જવાનો લહાવો મળ્યો હતો.
છેલ્લા 32 વર્ષોમાં, આપણે બધાએ રામ મંદિરના ( Ram Mandir ) નિર્માણ માટે અથાક પ્રયાસો કર્યા, જે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Delhi Heat Today:પાટનગર દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, આ વિસ્તારમાં 52 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન.
લોકસભાની ચૂંટણી ( Lok Sabha Elections ) પૂરી થતાં જ હું મારા પરિવાર સાથે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યો હતો. તેમજ ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિરના દર્શનનો લાભ લીધો હતો. * રામલલાના ખૂબ સારી રીતે દર્શન કર્યા હતા. તે ક્ષણે મને તમે બધા યાદ કર્યા. મેં રવિવાર 1/6/2024 ના રોજ સાંજે 6 વાગ્યે કાંદિવલી પશ્ચિમમાં કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે સપ્તાહ મેદાન ખાતે શ્રીરામ ભંડારા નું આયોજન કર્યું છે.
હું આપ સૌ નાગરિકોને ભગવાન શ્રી રામના દર્શન કરીને ભંડારાનો લાભ લેવા વિનંતી કરવા માંગુ છું, આ અમારી ઈચ્છા છે આપનો સેવક ગોપાલ શેટ્ટી”
પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક ( Falguni Pathak ) દ્વારા આ અવસરે ભજન કીર્તનનો ( Bhajan Kirtan ) કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.