Site icon

વાહ!! મુંબઈ બન્યું ફ્લેમિંગો નું માનીતું સ્થળ. વિક્રમી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પક્ષીપ્રેમીઓને(Bird lovers) ખુશ કરી દે એવા સમાચાર છે. દર વર્ષે વિદેશથી મોટી સંખ્યામાં આવતા ફ્લેમિંગો(Flamingo) આ વખતે વિક્રમી સંખ્યામાં મુંબઈમાં ઉતરી આવ્યા છે. શિવડી ન્હાવા શેવા(Shivdi Nhava sheva) ખાતે ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ ખાતે વેટલેન્ડની મુલાકાત લેનાર સ્થળાંતર કરનાર પક્ષી ફ્લેમિંગોની તાજેતરની વસ્તી ગણતરીએ વિક્રમ સ્થાપ્યો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં મુંબઈ(Mumbai) વિસ્તારમાં અંદાજિત 1,70,227 ફ્લેમિંગો જોવા મળ્યા હતા. આ સંખ્યા અત્યાર સુધી કરવામાં આવેલી તમામ ચાર ગણતરીઓ કરતાં વધુ છે.

Join Our WhatsApp Community

કોરોના સમયગાળા (Covid19 pandemic)દરમિયાન આ ગણતરીની મર્યાદાઓ હતી. 2020 માં પહેલી વખત લાદવામાં આવેલા લોકડાઉનમાં ગણતરી કરવામાં આવી નહોતી. તો 2021 માં બીજી લહેર દરમિયાન પણ ફ્લેમિંગોની ગણતરી થઈ નહોતી. જોકે બે વર્ષ બાદ આ વખતે મે સુધી વસ્તી ગણતરી ચાલી રહી  છે. માર્ચ સુધીમાં, ફલેમિંગો પ્રજાતિની બંને જાતિઓના મોટી સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળ્યા છે. આ વર્ષે, થાણે ખાડી ફ્લેમિંગો અભયારણ્ય, શિવડી અને ન્હાવશેવા ખાતે કુલ 71,000 ગ્રેટર ફ્લેમિંગો પક્ષીની સંખ્યા નોંધાઈ છે. તેમાંથી થાણે(thane) ખાડી ફ્લેમિંગો અભયારણ્યમાં(Flamingo Sanctuary) 54,000, શિવડીમાં 17,000 અને ન્હાવાશેવામાં 277 મળી આવ્યા હતા. ત્રણેય સ્થળોએ લેસર ફ્લેમિંગોની સંખ્યા 99,000 સુધી પહોંચી ગઈ છે. થાણે ખાડી ફ્લેમિંગો અભયારણ્યમાં 65,000 લેસર ફ્લેમિંગો, શિવડીમાં 25,000 અને ન્હાવાશેવામાં 9,000 લેસર ફ્લેમિંગો મળી આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં એક દાયકામાં આગનાં 1500 બનાવઃ બહુમાળીય હાઉસિંગ સોસાયટીઓની બેદરકારી, મુંબઈની હાઉસિંગ સોસાયટીઓનાં ઓડિટમાં આ વિગતો ફરજિયાત કરાશે.. 

ફ્લેમિંગો પક્ષીઓની સંખ્યા અથવા બેમાંથી કઈ ફ્લેમિંગો પ્રજાતિઓ મોટી સંખ્યામાં જોવા મળે છે તે જાણવું શક્ય ન હોવાનું નિષ્ણાતો કહે છે. ફ્લેમિંગો શિયાળા પહેલા અહીં આવે  છે અને વરસાદના આગમન સાથે તેઓ પાછા ફરે છે. 2027 સુધી દર વર્ષે ફ્લેમિંગોની વસ્તી ગણતરી પૂર્ણ કર્યા બાદ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય એવું  બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે.

2017 થી, BNHS થાણે ખાડી, શિવડી અને ન્હાવા શેવા વિસ્તારોની મુલાકાત લેતા ફ્લેમિંગો પક્ષીઓની સંખ્યાની ગણતરી કરી રહ્યું છે. ચોમાસાની ઋતુ પૂરી થવાની સાથે જ ફ્લેમિંગોની બે પ્રજાતિઓ, ગ્રેટર અને લેટર, મુંબઈ અને તેના નજીકના પરિસરની મુલાકાત લે છે. BNHS વૈજ્ઞાનિકો(Scientists) સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન બંને જાતિઓની ગણતરી કરે છે. ટ્રાન્સ હાર્બર લિંક(Trans Harbour line) પર કામ શરૂ થયા બાદ BNHS વૈજ્ઞાનિકો દ્વારા ફ્લેમિંગો કાઉન્ટનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સ હાર્બર લિંક પર કામ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યાં સુધી દસ વર્ષ સુધી વસ્તી ગણતરીની પ્રેક્ટિસ કરવામાં આવશે. આ ગણતરી અત્યાર સુધીમાં ચાર વખત પૂર્ણ થઈ ચૂકી છે.
 

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version