ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશભરમાં લોકો ક્રિસમસની ધૂમધામથી ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મુંબઈમાં પણ ક્રિસમિસની પૂર્વ સંંધ્યાએ પર્યાવરણ પ્રેમીઓએ અનોખી રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી.
શુક્રવારે મુંબઈના અનેક વિસ્તારમાં પર્યાવરણપ્રેમીઓ સાંતાક્લોઝના ગેટઅપમા ફરીને મુંબઈગરાને વૃક્ષોના સંવર્ધન અને વાવેતરનું મહત્વ સમજાવ્યું હતું અને મુંબઈગરાને સીતાફળના છોડનુંં વાવેતર કરવાને પ્રોત્સાહન આપવા માટે તેના બીની વહેંચણી કરી હતી.
મુંબઈના ગ્રીન મેન કહેવાતા અને પર્યાવરણના જતન માટે કામ કરતી મિશન ગ્રીન મુંબઈના ફાઉન્ડર સુભોજિત મુર્ખજીએ કહ્યું હતું કે અમે ગ્રીન ક્રિસમસની ઊજવણીનો લોકોને સંદેશ આપ્યો હતો. પર્યાવરણનું જનત સમગ્ર માનવજાત માટે જ આવશ્યક છે. તેથી શુક્રવારે ભાયખલામા આવેલા રાણીબાગમાં ફરવા આવેલા પર્યટકોને સીતાફળના બી આપવામાં આવ્યા હતા. જેથી કરીને લોકો પોતાના ઘરની આજુબાજુ ના પરિસરમાં તેનું વાવેતર કરી શકે. બાંદરા, બેન્ડ સ્ટેન્ડ, કોલાબા, ભાયખલા,. મરીન લાઈન્સ જેવા અનેક વિસ્તારોમાં અમે સાંતાક્લોઝ બનીને લોકોને સીતાફળના બી વાવવા માટે આપ્યા હતા. એ સિવાય માસ્ક વગર ફરનારા લોકોને માસ્કની પણ વહેંચણી કરી હતી. અમારા આ પ્રોજેક્ટમાં અમને મુંબઈ મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ મળ્યો હતો.
Join Our WhatsApp Community