ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે જન્મદિવસ દિવસ નિમિત્તે કાંદિવલી સ્પોર્ટસ કોમ્પલેક્સમાં માં તેમની 25 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવવાનું હતું. સ્ટેજ બાંધવાથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી હતી. તે માટે ખાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આજે મુંબઈમાં આવવાના હતા. જોકે છેલ્લી ઘડીએ મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજુરી નહીં મળતા કાર્યક્રમનું સૂરસુરિયુ થઈ ગયું હતું .
કાંદિવલી(ઈસ્ટ)માં આર્કુલી રો પર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના મૂર્તિના અનાવરણ પ્રસંગે ભાજપના તમામ નેતા એક જ મંચ હેઠળ હાજર રહેવાના હતા. ભાજપને લોકલ ઓથોરીટીથી લઈને પોલીસ પાસેથી પણ મંજૂરી મળી ગઈ હતી. તેથી કાર્યક્રમના સ્થળે હોડિંગ્સ લગાવવાથી લઈને સ્ટેજ બાંધવા સુધીની તમામ તૈયારીઓ ભાજપે કરી લીધી હતી. રાજકીય સૂત્રોના કહેવા મુજબ આ કાર્યક્રમમાં ભાજપના મુંબઈના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ નગરસેવકો હાજર રહેવાના છે. આજનો આ કાર્યક્રમને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવતું હતું. ખાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવવાના હતા. જોકે છેલ્લી ઘડીએ રાજય સરકારના સ્પોર્ટસ મિનિસ્ટ્રી પાસેથી મંજૂરી નહીં મળતા મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ ભાજપને રદ કરવો પડયો હતો.
મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ, મુંબઈમાં રોજ સરેરાશ આટલા બળાત્કાર થાય છે; જાણો વિગત
અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં ભાજપે અનેક કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ પ્રતિમાના અનાવરણ માટે છેલ્લી ઘડીએ મંજૂરી નહીં મળતાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એવો આરોપ કર્યો હતો કે દેશના મહાન નેતાના જન્મદિવસની ઉજવણીમાં અને તેમની પ્રતિમા ના અનાવરણમાં પણ શિવસેના, કોંગ્રેસની સરકાર રાજકારણ લઈને આવી. રાજકીય હેતુસર સ્પોર્ટ મિનિસ્ટરીના પ્રધાન સુનીલ કેદારે મંજૂરી આપવાનું નકારી કાઢયું હતું. સ્પોર્ટસ કોમ્પકલેક્સનની જમીન સરકારની માલિકીની છે અને લીઝ પર સ્પોર્ટસ કોમ્લેક્સ માટે આપવામાં આવી છે. એવું કહીને જમીનની માલિકીનો વિવાદ આગળ કરીને પ્રતિમાના અનાવરણની મંજૂરી આપવામાં આવી નથી. રાજકારણ પોતાની જગ્યાએ હોય અને નૈતિકતા પોતાની જગ્યાએ હોય પણ આ સરકારમાં નૈતિકતા જેવું કંઈ નથી. વાજપેયીજીના પુતળાના અનાવરણ માટે કોર્ટમાં જવું પડે તો પણ જવાની તૈયારી રાખી હોવાનું ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું.