199
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈ શહેરના પાલક મંત્રી તેમજ મત્સ્ય ઉદ્યોગના મંત્રી અસલમ શેખ એ મુંબઈ મહાનગર પાલિકા પાસે તદ્દન નવી માંગણી મૂકી છે. તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ને પત્ર લખીને કહ્યું છે કે દાદર તેમજ છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન અને શિવડી વિસ્તારમાં હીજડાઓ માટે અલાયદુ શૌચાલય બાંધવામાં આવે. અસલમ શેખ ના આ પત્રનો મુંબઈ મહાનગરપાલિકાએ હજી સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી.
મુંબઈમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
નોંધવાલાયક બાબત એ છે કે મુંબઈ શહેરમાં શહેરીજનોને જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં શૌચાલય નથી. આ પરિસ્થિતિમાં નવો મમરો મૂકી ને અસલમ શેખ શું સાબિત કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે.
You Might Be Interested In