News Continuous Bureau | Mumbai
Dharavi Masjid: ધારાવીમાં ધાર્મિક સ્થળનાં ગેરકાયદે બાંધકામને તોડવા ગયેલા મહાપાલિકાનાં કાફલા ઉપર થયેલા પથ્થરમારામાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની સુચના ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આપી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયન ધારાવી વિસ્તારમાં એક ધર્મ સ્થળના અનધિકૃત ભાગને તોડી પાડવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે મહાનગરપાલિકાના જી નોર્થ વિભાગના અધિકારીઓ આ રોડ પર પહોંચ્યા હતા. આ સમયે કેટલાક કટ્ટરપંથીઓએ વહીવટીતંત્રના કામમાં અવરોધ ઊભો કરવા માંડ્યો હતો. પોલીસ અને પાલિકાના અધિકારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમાં પાલિકાની બસોને પણ નુકસાન થયું હતું. તંગ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે, મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ધારાવી ( Dharavi ) પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ધર્મ સ્થાન પર કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક ભીડ ઉપરાંત આ વિસ્તાર બહારથી આવેલા લોકોના ટોળાએ વાતાવરણ તંગ કર્યુ હતું. મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) આ પ્રસંગે કહ્યું હતું કે ભીડ જાણીજોઈને એકઠી કરવામાં આવી હતી, ગુંડાગીરી કરીને તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું, વહીવટીતંત્રના કામમાં અવરોધ ઊભો કર્યો હતો અને સરકારી અધિકારીઓ પર પણ હુમલો કર્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અનધિકૃત બાંધકામ તોડી પાડવાનું કામ મહાનગરપાલિકાનું ( BMC ) છે. તેમાં કોઈ દખલગીરી કરી શકે નહીં. જે લોકોએ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે, તેમની પાસે CCTV ફૂટેજ છે અને ટૂંક સમયમાં જ ગુનેગારો ઝડપાઈ જશે.” પૂજા સ્થળના અનધિકૃત ભાગને તોડવું એ કાયદેસરની ( Illegal construction ) કાર્યવાહી છે, તે ચોક્કસપણે થશે. અમુક તત્વો જાણીજોઈને બદ ઇરાદા પૂર્વક લોકોને ઉશ્કેરે છે તે ખૂબ જ નિંદનીય બાબત છે.!”
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.