કેરી રસિકો માટે સમાચાર – મુંબઈ પહોંચેલી સિઝનની પહેલી હાપુસ કેરીને આ પવિત્ર જગ્યાએ સ્થાન મળ્યું. સૌથી પહેલા આંબા આ ભાઈ પાસે પહોંચ્યા.

by Dr. Mayur Parikh
Hapus mango rate per dozen mumbai

 News Continuous Bureau | Mumbai

હાફૂસ કેરી ( Hapus mango ) નું નામ આવે એટલે સૌપ્રથમ દેવગઢ ની કેરી જ યાદ આવતી હોય છે.  કેરી પકવી એ ખુબ જ કાળજી નું કામ છે. આંબે મોર લાગ્યા પછી આશરે નવ મહિના સુધી મહેનત કરવામાં આવે ત્યાર પછી કેરીનું ( mango )  ફળ બજાર સુધી પહોંચે છે.  સામાન્ય રીતે આ ફળ ઉનાળામાં આવતું હોય છે પરંતુ દેવગઢ તાલુકાના પ્રશાંત શિંદે અને દિનેશ શિંદેએ  ચોમાસામાં મહેનત કરીને  એક એક મોર નું જતન કર્યું અને કેરીને ઉગાડી. આખરે આ કેરી  મુંબઈ પહોંચી ગઈ છે.  આ કેરી મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર( mango rate ) સમિતિના વેપારી અને ‘મરાઠી બાણા’ના  સર્વેસર્વા એવા અશોક હાંડેને આપવામાં આવી છે. 

Hapus mango rate is Rs 4500 per dozen

આ વર્ષની કેરી  ( Hapus mango ) સિઝનના આ પ્રથમ બોક્સમાં બે ડઝન કેરી છે અને ડઝન ( dozen )  દીઠ રૂ. 4500નો ( mango rate ) ભાવ મળ્યો છે. અશોક હાંડેએ જણાવ્યું કે કેરીની સિઝન ન હોવા છતાં પ્રશાંત શિંદેએ ચોમાસા દરમિયાન ખાસ મહેનત કરીને કેરીની ખેતી કરી હતી.  

આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

અહીં પહોંચશે સિઝનની પહેલી કેરી .

મેસર્સ કિસનરાવ નાથુજી હાંડેની વેપારી પેઢીમાં પ્રથમ કેરી શ્રી સિદ્ધિવિનાયકના ચરણોમાં ચઢાવવામાં આવે છે. છેલ્લા સાત દાયકાથી આ રિવાજ છે. તદનુસાર, હાંડેએ કહ્યું કે આ સિઝનની પ્રથમ કેરી ( mango ) શ્રી સિદ્ધિવિનાયકના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment