News Continuous Bureau | Mumbai
Har Ghar Tiranga Campaign: દેશમાં આ વર્ષે 15 ઓગસ્ટ 2024એ આઝાદીની 78મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. જેની ખુશીમાં દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના હેઠળ મુંબઈને પાણી આપતા બે મોટા ડેમ તાનસા અને મોદકસાગર પર તિરંગાની રોશની કરવામાં આવી છે.
![]()
હવે આ જ ક્રમમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક સ્થળોને ત્રિરંગા રંગથી શણગારવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારની ઇમારતો જેમ કે મંત્રાલય, વિધાન ભવન અને નવી વહીવટી ઇમારતને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેરઠેર તિરંગા રંગની ઝગમગ લાઈટિંગ કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના અનુસંધાનમાં શહેરની સરકારી ઇમારતો ઉપરાંત અન્ય ઐતિહાસિક બિલ્ડિંગોને તિરંગાની રોશનીથી સજાવાયા છે.
તમને જણાવી દઈએ કે ‘હર ઘર તિરંગા’ અભિયાન 9 ઓગસ્ટ 2024થી શરૂ થયું છે અને આ તેની ત્રીજી આવૃત્તિ છે. આ અવસર પર દેશના વડાપ્રધાને દરેક દેશવાસીને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Har Ghar Tiranga Campaign: મુંબઈના તાનસા અને મોડકસાગર ડેમ પર કરાયો તિરંગા લાઈટિંગનો શણગાર, રાત્રિ દરમિયાન સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, જુઓ વિડીયો