News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) ભાજપના નેતા(BJP leader) અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને(Union Minister Narayan Rane) મોટો ઝટકો આપ્યો છે. જુહુમાં સાત માળના બંગલા 'આધિશ'ના ગેરકાયદે બાંધકામને(Illegal construction) નિયમિત ન કરવાનો આદેશ આપીને બોમ્બે હાઈકોર્ટે રાણેની અરજીને ફગાવી દીધી છે.
બોમ્બે હાઈકોર્ટે રાણે પરિવારની કાલકા રિયલ એસ્ટેટ(Kalka Real Estate) કંપનીને ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અરજી દાખલ કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને(BMC) બે અઠવાડિયામાં વધારાના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી કરવા અને એક અઠવાડિયામાં એકશન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલીને ડેવલપમેન્ટ કંટ્રોલના (Development Control) નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા સાત માળના બંગલા 'આધિશ'ને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. નારાયણ રાણેનો પરિવાર અહીં રહે છે. રાણે પરિવારની માલિકીની કાલકા રિયલ એસ્ટેટ કંપનીએ તે બાંધકામ નિયમિત કરવા માટે બીજી વખત પાલિકાને અરજી કરી હતી.
આ અરજી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (Mumbai Municipal Corporation Act) અને MRTP એક્ટની જોગવાઈઓ હેઠળ વિચારી શકાય કે કેમ તે મુદ્દો જસ્ટિસ રમેશ ધાનુકા અને જસ્ટિસ કમલ ખાટાની બેન્ચ સમક્ષ હતી. આ મામલે સુનાવણી કર્યા બાદ બેન્ચે 23 ઓગસ્ટે પોતાનો નિર્ણય રાખી મુક્યો હતો. છેવટે કોર્ટે તેના પર પોતાનો ચુકાદો આપી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી
જુહુના અધીશ બંગલામાં અનધિકૃત બાંધકામને ટાંકીને કલમ 351(1)ની નોટિસ જારી કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ રાણે પરિવારને સાબિત કરવા કહ્યું હતું કે બંગલામાં કરાયેલા ફેરફારો મંજૂર પ્લાન મુજબ છે. તેથી રાણે પરિવારે પાલિકાને તમામ દસ્તાવેજો બતાવ્યા. પરંતુ પાલિકા સંતુષ્ટ ન હોવાથી બીજી નોટિસ મોકલી હતી. 21મી ફેબ્રુઆરીના રોજ પાલિકાના કે પશ્ચિમ વિભાગે બંગલાની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કર્યું હતું. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ ફ્લોર પર “ચેંજ ઓફ યુઝ” એટલે કે ગેરકાયદે રીતે ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. તેમ જ મોટાભાગની જગ્યાએ બગીચાની જગ્યાએ રૂમ બનાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું.