Site icon

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ખળભળાટ મચ્યો, ટુકડા કરાયેલી લાશ ગૂણપાટમાંથી મળી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

નવી મુંબઈની એપીએમસી બજારમાં માથાડી ચોકની પાસેના નાળામાંથી એક પ્લાસ્ટિકની બૅગમાંથી શરીરના કપાયેલાં અંગો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પ્લાસ્ટિક બૅગમાં અંદાજે 30થી 40 વર્ષની વયની આસપાસના પુરુષના હાથ, પગ અને કમરની નીચેના કપાયેલા ટુકડા મળી આવ્યા હતા. એપીએમસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી હતી. મૃતકનું ધડ અને માથું આ બૅગમાંથી મળ્યું નથી.

એપીએમસી પોલીસના જણાવ્યા મુજબ બજાર સહિત આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. તેમ જ તમામ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાઈ છે કે એ પણ તપાસવામાં આવી રહ્યું છે.

રવિવારના સવારના કોપડી વિલેજના માથાડી ચોક પાસેના આ વિસ્તારમાં દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. એ દરમિયાન નાળામાંથી પ્લાસ્ટિકની બૅગ મળી આવી હતી. બૅગની અંદર પુરુષના શરીરના કપાયેલા હિસ્સા મળી આવ્યા હતા.    

ઘાટકોપરના ગણેશ મંડળે લોકોની સમસ્યાઓને વાચા આપી, ગણપતિબાપ્પા લોકલ ટ્રેનમાં બેઠા છે એવી સજાવટ કરી, જુઓ ફોટોગ્રાફ અને વીડિયો; જાણો વિગત   

હાલ પોલીસ મૃતકના શરીરનું માથું અને ધડ શોધી રહી છે. એપીએમસી સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં તપાસ વધુ ઝડપી બનાવી દેવામાં આવી  છે. બહુ જલદી હત્યારાને શોધી કાઢવામાં આવશે એવો દાવો એપીએમસી પોલીસે કર્યો હતો.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version