News Continuous Bureau | Mumbai
Heat wave: મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લોકો વધતી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વધતી ગરમીની અસર પક્ષીઓ પર પણ પડી રહી છે. 1 એપ્રિલથી, મુંબઈમાં ( Mumbai ) 100 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ હીટવેવના ભોગ બન્યા છે અને દરરોજ 10 જેટલા પક્ષીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ગરમી વધવાને કારણે પક્ષીઓના શરીરમાં પાણી ઓછું થઈ જાય છે અને તેઓ અચાનક ઝાડ પરથી પડી રહ્યા છે અથવા ઉડતી વખતે ઘાયલ થઈ રહ્યા છે. આ ઉપરાંત પશુઓ પણ ડીહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે.
પક્ષી પ્રેમીઓ અને સ્વયંસેવકોને આ પક્ષીઓ ( Birds ) વધતા તાપમાનને કારણે પાણીની કમી થતા ઘાયલ થયા હોવાનું જણાયું હતું. આમાં 40 ગાયો અને કેટલાક શ્વાનનો ( heatstroke ) પણ સમાવેશ થાય છે, જે ડિહાઇડ્રેશનથી પીડાય રહી છે. તો 58 જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાં 22 કબૂતર, 16 કાગડા, એક પોપટ, બે મેના, તેમજ 17 અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના પિતા સલીમ ખાને સાધ્યું બિશ્નોઇ ગેંગ પર નિશાન, દીકરા ને ધમકી આપવા પર કહી આવી વાત
Heat wave: જો ભવિષ્યમાં તાપમાન વધશે તો પશુ-પક્ષીઓને વધુ અસર થવાની શક્યતા છે…
આ પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર પરેલની ધ બાઈ સાકરબાઈ દિનશા પેટિટ ફોર એનિમલ્સ’ ખાતે કરવામાં આવી હતી. જો ભવિષ્યમાં તાપમાન વધશે તો પશુ-પક્ષીઓને વધુ અસર થવાની શક્યતા છે. તેથી ઘરની છત અને બાલ્કનીમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી પક્ષીઓને પાણી મળી રહે અને તેમનું રક્ષણ થઈ શકે. એમ પ્રાણીપ્રેમીઓએ ( Animal lovers ) સુચના આપી હતી.