Salman khan: સલમાન ખાન ના પિતા સલીમ ખાને સાધ્યું બિશ્નોઇ ગેંગ પર નિશાન, દીકરા ને ધમકી આપવા પર કહી આવી વાત

Salman khan: સલમાન ખાન ના ઘરે થયેલા ગોળીબાર માં બે લોકો ની ધરપકડ કરવામાં આવી છે. હવે સલમાન ખાન ના પિતા સલીમ ખાને દીકરા ને ધમકી આપવા વાળા પર નિશાન સાધ્યું છે. અને આવી વાત કહી છે.

by Zalak Parikh
Salman khan father salim khan talk on giving death threat to his son

News Continuous Bureau | Mumbai 

Salman khan: રવિવારે વહેલી સવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે અજાણ્યા વ્યક્તિ એ ગોળીબાર કર્યો હતો. હવે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તે બે વ્યક્તિ ની ધરપકડ કરી છે જેમને ગોળીબાર કર્યો હતો. હવે આ મામલે સલીમ ખાને પોતાનું નિવેદન આપ્યું છે. સલમાન ખાન પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં બિશ્નોઇ ગ્રુપ નો હાથ હોવાનું મનાય છે. સલીમ ખાને કહ્યું કે આવા અભણ લોકો પર વિશ્વાસ કરવા જેવો નથી. 

આ સમાચાર પણ વાંચો: Mumtaz: ઝીનત અમાન પર ગુસ્સે થઇ મુમતાઝ, અભિનેત્રી ના લિવ ઈન ની સલાહ પર કહી આવી વાત

સલમાન ખાન ના પિતા સલીમ ખાને કહી આવી વાત 

સલમાન ખાન ના પિતા સલીમ ખાને તેના દીકરા પર હુમલો કરવવાવાળા વિશે મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, ‘આવા અભણ લોકો વિશે વાત કરવાનો શું ફાયદો છે જેઓ કહે છે કે મારી નાખીશું ત્યારે ખબર પડશે.અમારી પાસે વધારાની પોલીસ સુરક્ષા છે.મુંબઈ પોલીસે અમારી અને અમારા નજીકના લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. જો તેઓએ 2 લોકોની ધરપકડ કરી છે તો તેનો અર્થ એ છે કે આ પર કામ ચાલી રહ્યું છે.’


આ ઉપરાંત સલીમ ખાને કહ્યું કે ‘સલમાનને તેના શેડ્યૂલ પ્રમાણે કામ કરવાનું ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમને મુખ્યમંત્રી તરફથી વધારાની પોલીસ સુરક્ષા મળી છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More