Mumtaz: ઝીનત અમાન પર ગુસ્સે થઇ મુમતાઝ, અભિનેત્રી ના લિવ ઈન ની સલાહ પર કહી આવી વાત

mumtaz is not agreeing with zeenat aman on live in advice
mumtaz is not agreeing with zeenat aman on live in advice

News Continuous Bureau | Mumbai

Mumtaz: ઝીનત અમાને થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી જેમાં તેને લગ્ન પહેલા લિવ ઈન માં રહેવાની સલાહ આપી હતી. ઝીનતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ મામલે અભિનેત્રી મુમતાઝ ઝીનત અમાનની વાત સાથે અસહમતિ વ્યક્ત કરતી જોવા મળી હતી. મુમતાઝે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ઝીનત ની આ વાત પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Salman khan: ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં એક સમયે સલમાન ખાન પાસે બિલકુલ નહોતું કામ, આ એક વ્યક્તિ એ તેની ડૂબતી કરિયર ની નાવ લગાવી હતી પાર

 

ઝીનત ની લિવ ઈન સલાહ પર મુમતાઝ થઇ ગુસ્સે 

મુમતાઝે તાજેતર માં એક મીડિયા  હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, ‘હું ઝીનત સાથે સહમત નથી. તમે ગમે તેટલા લિવ-ઇન કરો, તેની ગેરંટી શું છે? મહિનાઓ અને વર્ષો સાથે રહેવા પછી તમારું લગ્નજીવન સફળ થશે તેની શું ગેરંટી છે?શું તમે તમારા પુત્રના લગ્ન એવી છોકરી સાથે કરશો જે લિવ-ઈન રિલેશનશિપમાં છે? ઉદાહરણ તરીકે ઝીનત લો. લગ્ન પહેલા તે મઝહર ખાનને કેટલા વર્ષોથી ઓળખતી હતી? તેમનું જીવન નરકથી ઓછું ન હતું. તેણે સંબંધો અંગે સલાહ ન આપવી જોઈએ.’

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)


મુમતાઝે પોતાની વાત આગળ વધારતા કહ્યું, ‘ઝીનત સોશિયલ મીડિયા પર કૂલ બનવા માટે આ બધું કરી રહી છે, પરંતુ આપણા સમાજ માટે આ યોગ્ય નથી. અત્યારે ભારતીય લોકો આ પ્રકારના સંબંધો માટે તૈયાર નથી. ઝીનત આ બધું કૂલ આંટી બનવાના પ્રયાસમાં લખી રહી છે. તેને સંબંધો વિશે સલાહ આપવાનો કોઈ અધિકાર નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!