News Continuous Bureau | Mumbai
Heat Wave: મહારાષ્ટ્રમાં એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ મુંબઈ અને થાણેમાં તાપમાનમાં મોટો વધારો થયો છે. સોમવાર થાણેકર માટે સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અનેક જગ્યાએ તાપમાન ચાલીસને પાર કરી જતાં થાણેકરોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દિવસ દરમિયાન થાણેના રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. તેમજ મુંબઈમાં કાળઝાળ ગરમીએ લોકોના હાલ કર્યા હતા.
થાણે ( Thane ) જિલ્લાના મુરબાડ શહેરમાં સોમવારે સૌથી વધુ 43.2 તાપમાન નોંધાયું હતું. તો બદલાપુર શહેરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રસપ્રદ વાત એ છે કે, જિલ્લામાં એકંદર સરેરાશ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ હતું. મુંબઈમા ( Mumbai ) સોમવારે સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.
Heat Wave: સોમવારે સવારથી જ થાણે જિલ્લામાં હીટવેવનું મોજું અનુભવાયું હતું..
સોમવારે સવારથી જ થાણે જિલ્લામાં હીટવેવનું મોજું અનુભવાયું હતું . બપોર પછી, જેમ જેમ સૂર્ય આગળ વધતો ગયો તેમ તેમ થાણેના રસ્તાઓ સુમસામ થવા લાગ્યા હતા. ઘણા લોકોએ કાળઝાળ ગરમીના ( heat ) કારણે ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: મુંબઈના એરપોર્ટ નો રનવે આ દિવસે બંધ રહેશે. ટ્રાવેલ કરતા પહેલા આ સમાચાર અવશ્ય વાંચો…
સાંજે 5 વાગ્યા સુધી થાણેમાં હીટવેવનો અનુભવ થયો હતો. ટ્રેન અને બસમાં મુસાફરી દરમિયાન પણ પરસેવાની ધારાઓ અનુભવાઈ હતી. દરમિયાન, આગામી બે દિવસ માટે થાણે જિલ્લામાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે.
દરિયા કિનારેથી આવતા પવનની ગતિ ધીમી પડતાં થાણેમાં તાપમાન ( temperature ) વધુ વધવાની શક્યતા છે. શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓની પાસે કોઈ અગત્યનું કામ હોય તો તે, બપોર સુધીમાં પૂર્ણ કરી લે.
સોમવારે થાણે જિલ્લામાં તાપમાન નોંધાયું હતું
મુરબાડ શહેર 43.2 ડિગ્રી સે
બદલાપુર 42.4 ડિગ્રી સેલ્સિયસ
ધસાઈ ખાતે 42.1 ડિગ્રી સેલ્સિયસ
કલવા શહેર 42 ડિગ્રી સે
થાણે શહેર 41.6 ડિગ્રી સે