News Continuous Bureau | Mumbai
Salman Khan: રવિવારના દિવસે વહેલી સવારે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે પોલીસે લેતા વિકી અને સુનીલ નામના બે વ્યક્તિઓની ગુજરાતના ભુજ જિલ્લામાંથી ધરપકડ કરી છે.
Salman Khan ઘરની બહાર ફાયરિંગ કરનાર નું પ્લાનિંગ કઈ રીતનું હતું.
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરતા પહેલા આ બંને વ્યક્તિઓએ પનવેલમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. પહેલા એક મહિનાથી તેઓએ રહેતા હતા તેમજ સલમાનના ઘરની બહારથી રેકી કરી હતી. બંનેવ આરોપીઓ ભુજ પહોંચી ગયા હતા તેમ જ ત્યાંથી રવાના થવાની ફિરાકમાં હતા.
Salman Khan ના ઘરે ગોળી ચલાવનાર કયા રાજ્યના નિવાસી છે?
સલમાન ખાનના ઘરે હોળી ચલાવનાર બંને વ્યક્તિઓના નામ વિકી અને સુનિલ છે. આ બંને વ્યક્તિઓ બિહાર રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચંપારણ જિલ્લાના રહેવાસી છે. હવે તેમને ભુજ થી મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. આ બંને આરોપી બાંદ્રા રેલ્વે સ્ટેશનથી સાન્તાક્રુઝ ગયા અને ત્યારબાદ ગુજરાતના ભુજમાં છુપાઈ ગયા હતા.
Salman Khan News: એ વ્યક્તિ કોણ છે? જેણે સલમાનના ઘર પર ગોળી ચલાવી. આ રહ્યો તેનો ગુનાહિત બાયોડેટા..
Salman Khan ઘરની બહાર ફાયરિંગ કોણે કરાવ્યું?
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના ની જવાબદારી લોરેન્સ બિશનોઈ ગેંગે લીધી છે. લોરેન્સ બિશનોઈ ના ભાઈ અનમોલ બિસ્નોઈએ આ જવાબદારી લઈને ધમકી આપી છે કે સલમાન ખાન જો બિશ્નોઇ સમુદાયની માફી નહીં માંગે તો તેની હત્યા કરવામાં આવશે. આ સંદર્ભે મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા છે કે ગોલ્ડી બ્રારએ સલમાન ખાનની હત્યા માટે શૂટર મોકલાવ્યા છે.