News Continuous Bureau | Mumbai
એક મહિનાના વિલંબ બાદ મહારાષ્ટ્રમાં પહોંચેલા વરસાદે(Rain) જોર પકડ્યું છે. હાલમાં શહેરમાં સતત વરસાદચાલુ છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે જળબંબાકાર(Waterlogged) પણ સર્જાયો છે. દરમિયાન મુંબઈમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ(Yellow alert) જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની(Meteorological Department) આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ પાલઘર, મુંબઈ, થાણે અને કોલ્હાપુરમાં ભારે વરસાદની(Heavy rain) સંભાવના છે. જેના કારણે મુંબઈમાં પૂર(mumbai Floods) આવવાની શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી(Deputy CM ) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Management) વિભાગ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં અધિકારીઓને સાવચેતીના આદેશો જારી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- ત્યારે વરસાદને લઈને શહેરમાં રાજકારણ શરૂ- આપએ સો-મીડિયા પર શેર કર્યો વિડિયો- પૂછ્યો આ સવાલ- જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે મુંબઈમાં સામાન્ય જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હિંદમાતા ચોક, અંધેરી, ગાંધી માર્કેટ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે પાણી ઓસર્યા હતા.