News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રભરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મુંબઈ સહિત શહેરના ઉપનગરમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ(Heavy rain)ને પગલે મુંબઈ(Mumbai) શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના શિંદે ગ્રુપના આ ધારાસભ્યએ દહિસરમાં આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- ભાષણ સામે થઈ બબાલ
તો વરસાદના કારણે મુંબઈમાં રેલવેની ગતિ ધીમી પડી છે. પાટા પર પાણી ભરાઈ જવાના કારણે સેન્ટ્રલ લાઇનની ટ્રેન સેવાઓને અસર થઈ છે, તેમજ ભારે વરસાદને કારણે મુંબઈમાં આવતી લાંબા અંતરની ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે. પુણે મુંબઈ ડેક્કન ક્વીન 2 કલાકથી વધુ મોડી પડી છે.