News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈના(North Mumbai) માગાથાણેના(Magathane) ધારાસભ્ય પ્રકાશ સુર્વે(MLA Prakash Surve) રવિવારે દહિસર માં એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ(Provocative speech) કરીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ શિવસેનાએ(Shivsena) કરી છે.
અગાઉ શિવસેના સાથે રહેલા અને હવે બળવો કરી રાજ્યના મુખ્ય પ્રધાન(Chief Minister of the State) એકનાથ શિંદેના ગ્રુપમાં(Eknath Shinde's group) જોડાઈ ગયેલા પ્રકાશ સુર્વેના ઉશ્કેરણીજનક ભાષણ થી શિવસેના અકળાઈ ગઈ છે. પ્રકાશ સુર્વેનું આ ભાષણ શિવસેના અમુક નેતાઓ પોતાના ફેસબુક(facebook) પર નાંખ્યું હતું. ભાષણમાં પ્રકાશ સુર્વે અપ્રત્યક્ષ રીતે શિવસેનાને ધમકાવી હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત
પ્રકાશ સુર્વેમાં ભાષણમાં કહ્યું હતું કે આપણે ગાફેલ રહેવું જોઈએ નહીં. તેમને પોતાની જગ્યા દેખાડ્યા સિવાય આપણે ચૂપ રહેવાનું નથી. કોઈ આપણું અપમાન કરે તો આપણે બતાવી દેવાનું છે. કોઈની દાદાગીરી સહન કરવી નહીં. કોણ શું કરે છે તે જોવા માટે પ્રકાશ સુર્વે અહીં બેઠો છે એવું બોલતા પ્રકાશ સુર્વેએ કહ્યું હતું કે ઠોકી કાઢો તેમને. હાથ નહી તો પગ તોડી નાખો. બીજા દિવસે હું ટેબલ જામીન કરી આપવા બેઠો છું. અમે કોઈના પર ચઢતા નથી પણ કોઈ અમને છંછેડશે તો અમે તેને છોડીશું નહીં.
પ્રકાશ સુર્વેના આવા ઉશ્કેરણીજનક ભાષણ સામે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો છે.