ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈની લોકલ ટ્રેન હંમેશાથી આંતકવાદીઓ માટે સોફ્ટ ટાર્ગેટ રહી છે. એવામા છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈના મહત્ત્વનાં રેલવે સ્ટેશન પર પોલીસનો બંદોબસ્ત વધી ગયેલો જણાઈ રહ્યો છે. એટલું જ નહીં પોલીસની સ્પેશિયલ ફોર્સ પણ પહેરો ભરતી દેખાઈ રહી છે. સૂત્રોના કહેવા મુજબ રેલવે દ્વારા વાત છુપાવવામાં આવી રહી છે. આતંકી સંગઠન લશ્કર એ-તૈયબાનો ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સતર્ક થઈ ગઈ છે. આ પત્ર બાદ સંભવિત હુમલાને જોતા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પત્રમાં રાજયના 46 રેલવે સ્ટેશનને ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી છે. હજી બે દિવસ પહેલા જ લશ્કર-એ તૈયબા ની ધમકી બાદ ચંદીગઢ રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ધમકીભર્યા પત્રમાં રહેલા સ્ટેશનોમાં તેનો સમાવેશ થાય છે. સંભવત આ પ્રકારની ધમકી મુંબઈ માટે મળ્યા બાદ શનિવારથી રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. બાંદરા રેલવે સ્ટેશન પર દુબઈથી એક ફોન આવ્યો હતો, જેમાં શહેરને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી બાદ રાજય સહિત દેશના તમામ સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.સૂત્રોના કહેવા મુજબ રેલવે અને સેન્ટ્રલ એજેન્સીઓને માહીતી મળી છે, છતાં તેઓ રાજય સરકારથી છુપાવી રહી છે. જોકે રાજ્ય સરકાર પૂરી રીતે એલર્ટ થઈ ગઈ હોવાનું કહેવામાં આવે છે.
દક્ષિણ મુંબઈના આ ફેમસ ગાર્ડન પર ઊભી થઈ ગઈ મેટ્રો સ્ટેશનની બિલ્ડિંગઃ સ્થાનિક લોકો રોષમાં જાણો વિગત.