ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
આશરે બે વર્ષ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તેની બહાર ના પરિસર ને જોડતો હિમાલય બ્રિજ સાંજના સમયે ધડાકાભેર તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા જ્યારે કે 33 લોકો જખમી થયા હતા. ત્યારબાદ આ બ્રિજને પાછા બાંધવાની કોઈ કવાયત હાથ ધરવામાં આવી નહોતી. આ ઉપરાંત કોરોના આવી જતા કામ ટલ્લે ચડયું હતું.
લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત..
હવે આખરે નવો બ્રિજ બનાવવાનો રસ્તો સાફ થયો છે. હેરિટેજ કમિટીએ આ બ્રિજ બનાવવા માટે સહમતી આપી દીધી છે તેમજ કુલ મળીને સાડા સાત કરોડ રૂપિયા માં બ્રિજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવશે અને મંજૂરી મળી ગયા બાદ તેનું બાંધકામ શરૂ થશે.