ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
લોકડાઉનના કારણે ઘરે બેઠેલા મુંબઈગરા દરરોજ ૬ કરોડ રૂપિયાની વધારાની વીજળીનો વપરાશ કરી રહ્યા છે. ભર ઉનાળામાં ૧૨ થી ૧૪ કલાક ચાલતા એસી, પંખા, કુલર્સ હાલમાં 24 કલાક ચાલતા હોવાથી આ વધારો નોંધાયો છે. વધતા જતા ગરમીના પારાને કારણે રોજિંદા વીજળીનો વપરાશ ૩૦ મિલિયન યુનિટથી વધીને 40 મિલિયન યુનિટ થઈ ગયો છે, જેનું મૂલ્ય ૬ કરોડ ૩૦ લાખ રૂપિયા જેટલું છે.
લોકડાઉન પહેલા ઉનાળામાં મુંબઈની દૈનિક વીજળીની માંગ લગભગ 65 મિલિયન યુનિટ હતી. જોકે, લોકડાઉનને કારણે ઔદ્યોગિક વીજ વપરાશમાં ઘટાડો થયો છે. જ્યારે વાણિજ્યિક ગ્રાહકોનો વીજ વપરાશ સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. હાલમાં ઘરેલુ ગ્રાહકોની દૈનિક માંગ 30 મિલિયન યુનિટની અને આવશ્યક સેવાઓ જેમ કે હોસ્પિટલો, રેલ્વે અને અન્ય ઉદ્યોગોની માંગ ૨૦ મિલિયન યુનિટ જેટલી છે. આમ કુલ ખપત ૪૮-૫૦ મિલિયન યુનિટ્સની છે. જોકે, અન્ય ક્ષેત્રોમાંથી વીજળીની સતત માંગ હોવા છતાં, ઇલેક્ટ્રિકલ ઉપકરણોના ઉપયોગમાં વધારો થવાને કારણે વીજળીની દૈનિક માંગ વધીને 60 મિલિયન યુનિટ થઈ ગઈ છે.
માત્ર બે દિવસ પહેલાં જ આ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા બાદ થયો કોરોના. હોસ્પિટલમાં ભરતી…
ઉલ્લેખનીય છે કે મુંબઈને સતત ૨૪૦૦-૨૬૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરવામાં આવી રહી છે.