News Continuous Bureau | Mumbai
બિલ્ડરોની દાદાગીરી અને ગ્રાહકોની સાથે થતી છેતરપીંડીને પગલે મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(મહારેરા)એ(Maharashtra Real Estate Regulatory Authority) આવા બિલ્ડરો સામે પગલાં લીધા છે. તેથી મુંબઈ સહિત રાજ્યમાં લગભગ 664 પ્રોજેક્ટ અટવાયા છે.
મહારેરાના નિયમોનું ઉલ્લંઘન કરીને સમયસર કામ પૂરા નહીં કરીને ફ્લેટનો કબજો આપવામાં વિલંબ કરવાને કારણે ગ્રાહકોને હેરાનગતીનો સામનો કરવો પડયો છે. રેરા દ્વારા બિલ્ડરોને મુદત વધારી આપવામાં આવ્યા છતાં બિલ્ડરોએ કામ પૂરા કર્યા નથી. તેથી મહારેરાએ આકરાં પગલાં લઈને આ બિલ્ડરોને(Builders) તેમના પ્રોજેક્ટના ઘર વેંચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેથી આ બિલ્ડરો હવે ઘર વેચી શકશે નહીં અને તેની જાહેરાત પણ આપી શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો : તમારા એરિયામાં રસ્તા પર ખાડા પડી ગયા છે- નોટ ટુ વરી. BMCની આ હેલ્પલાઇન પર કરજો ફરિયાદ- જાણો વિગતે
પ્રતિબંધિત પ્રોજેક્ટમાં મુંબઈના 71 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેથી મુંબઈમાં ઘર ખરીદનારાઓએ(ઘર ખરીદનારાઓ) સાવધાની રાખવાની જરૂર છે અને ઘર ખરીદવા પહેલા મહારેરાની યાદી તપાસવાની આવશ્યકતા રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યમાં બિલ્ડરોની દાદાગીરી અને ઘર ખરીદનારા સાથે છેતરપીંડી કરીને તેમને સમયસર ઘરનો કબજો નહીં આપવાની અનેક ફરિયાદો આવતી હતી. તેથી બિલ્ડરોને સીધાદોર કરવા માટે મહારેરા ઓથોરિટીની(Maharera authority) સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર(Maharashtra) અને ઉત્તર પ્રદેશમાં(uttar Pradesh) મહારેરા સારી કામગીરી બજાવી રહી છે.