Site icon

Parle-G Factory Mumbai: મુંબઈની હવામાંથી હવે નહીં આવે પાર્લે-જીની સુગંધ! 87 વર્ષ જૂની ઐતિહાસિક ફેક્ટરી થશે જમીનદોસ્ત; જાણો ₹3,961 કરોડનો નવો આલીશાન પ્લાન.

Parle-G Factory Mumbai: વિલે પાર્લેની ઓળખ ગણાતી ફેક્ટરી હવે વ્યાવસાયિક સંકુલમાં ફેરવાશે; પર્યાવરણ વિભાગે આપી મંજૂરી, જાણો કેવો હશે નવો પ્રોજેક્ટ.

Iconic Parle-G factory in Vile Parle to be demolished; ₹3,961 crore commercial complex to rise on the 13-acre land.

Iconic Parle-G factory in Vile Parle to be demolished; ₹3,961 crore commercial complex to rise on the 13-acre land.

News Continuous Bureau | Mumbai

Parle-G Factory Mumbai: વિલે પાર્લે (પૂર્વ) માં આવેલી પાર્લે પ્રોડક્ટ્સની મૂળ ફેક્ટરીમાં બિસ્કિટની સુગંધ વર્ષ 2016 માં જ બંધ થઈ ગઈ હતી. હવે આશરે 13.45 એકર (5.44 હેક્ટર) માં ફેલાયેલી આ ફેક્ટરીની જગ્યા પર ભવ્ય બિઝનેસ સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય પર્યાવરણ વિભાગ (SEIAA) એ 7 જાન્યુઆરીએ આ પ્રોજેક્ટને આંશિક મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ ફેક્ટરીના જૂના 21 બાંધકામો તોડી પાડવામાં આવશે.આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹3,961.39 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

નવા પ્રોજેક્ટની ખાસિયતો

પ્રસ્તાવિત યોજના મુજબ, આ વિશાળ પ્લોટ પર કુલ ચાર મોટી ઈમારતો બનાવવામાં આવશે. તેમાં રિટેલ શોપ્સ, ઓફિસ સ્પેસ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ કોર્ટ્સનો સમાવેશ થશે. એરપોર્ટની નજીક હોવાને કારણે ‘એર ફનલ ઝોન’ ના નિયમો હેઠળ ઈમારતોની ઊંચાઈ પર મર્યાદા રાખવામાં આવી છે. આ ઈમારતોની મહત્તમ ઊંચાઈ આશરે 30.70 મીટર સુધીની હોઈ શકે છે. આ સંકુલમાં બે બેઝમેન્ટ પાર્કિંગ અને મલ્ટી-લેવલ પાર્કિંગ ટાવર્સની પણ સુવિધા હશે.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત

પર્યાવરણ અને વૃક્ષોનું જતન

ફેક્ટરીના પરિસરમાં હાલમાં 508 વૃક્ષો છે. પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ, તેમાંથી 311 વૃક્ષો સુરક્ષિત રખાશે, 129 વૃક્ષો કાપવામાં આવશે અને 68 વૃક્ષોને અન્યત્ર ખસેડવામાં (Transplant) આવશે. કંપનીએ પર્યાવરણના હિતમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી 1,203 નવા વૃક્ષો વાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે, જેથી પ્રોજેક્ટ પૂરો થયા પછી આ વિસ્તારમાં કુલ 2,230 વૃક્ષો હશે.

પાર્લે-જી અને વિલે પાર્લેનો સંબંધ

વર્ષ 1929 માં ચૌહાણ પરિવાર દ્વારા સ્થાપિત આ ફેક્ટરીએ સતત 87 વર્ષ સુધી ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. વિલે પાર્લે વિસ્તારના નામ પરથી જ આ બિસ્કિટનું નામ ‘પાર્લે’ પડ્યું હતું, અને ‘G’ નો અર્થ ગ્લુકોઝ થાય છે. વર્ષ 2016 માં ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થવાને કારણે કંપનીએ અહીં કામકાજ બંધ કર્યું હતું. હવે આ જગ્યા મુંબઈના નવા કોમર્શિયલ હબ તરીકે ઉભરી આવશે.

Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Savoir Studio: કર્ણ માર્કેટિંગ વોરફેર એલએલપી દ્વારા તુર્ભેમાં ‘સવોર સ્ટુડિયો’નું ભવ્ય ઉદઘાટન
Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Exit mobile version