Site icon

ઓક્યુપેકશન નહીં ધરાવતી ઈમારતોની રહેવાસીઓ ચૂકવવી પડશે આકરી કિંમત, મીરા-ભાયંદર પાલિકા લીધો આ નિર્ણય ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 ગુરુવાર.

આર્થિક રીતે ફસડાઈ પડેલી મીરા-ભાયંદર પાલિકાએ આવક ઊભી કરવા માટે હવે શહેરમાં ઓક્યુપેશન સર્ટિફિકેટ નહીં ધરાવતી ઈમારતો રહેવાસીઓને દંડવાનો નિર્ણય લીધો છે. તે મુજબ મીરા-ભાંયદરમાં નવી બનેલી ઈમારતોના પાસે ઓક્યુપેશન સર્ટિકિફેકટ નહીં હોય તો આ ઈમારતના ફ્લેટધારકોને પાસેથી દંડ વસૂલવામાં આવશે. પાલિકના આ તઘલઘી નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે.

થાણે જિલ્લામાં મોટા પાયા પર ગેરકાયદે બાંધકામ ઉભા થઈ ગયા હતા. તેના પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારે  પહેલી એપ્રિલ 2008થી પેનેલ્ટી ટેક્સ વસૂલવો નિર્ણય લીધો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવી હતી. રાજય સરકારના આ નિર્ણય બાદ મીરા-ભાયંદરમાં ગેરકાયદે બાંધકમોને પેનેલ્ટી ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા હતા. 

બિલ્ડરે બિલ્ડિંગ માટે પરમીટ લીધા બાદ વધારાનું બાંધકામ કર્યું હોય તો વધારાના બાંધકામ પર પર પેનેલ્ટી ટેક્સ વસૂલવામાં આવે છે. આ પેનેલ્ટી ટેક્સને કારણે પાલિકાના વધારાની 20 કરોડની આવક થઈ હતી. જોકે 2018 બાદ રાજય સકારે પેનેલ્ટી ટેક્સ વસૂલવાના નિર્ણયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. તે મુજબ 600 ચોરસ ફૂટ સુધીના ફલેટના માલિકોને  પેનેલ્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી હતી. 

શોકિંગ! મુંબઈના આ વિસ્તારમાં દિનદહાડે માત્ર અડધા કલાકની અંદર ઘરના તાળા તોડી લાખો રૂપિયાની માલમત્તાની લુંટ; જાણો વિગત

હવે જોકે મીરા-ભાંયદર પાલિકાની આર્થિક સ્થિતી કથળી રહી છે. તેથી આવક વધારાવા માટે પાલિકાના વેરા વિભાગે જે બિલ્ડિંગોએ ઓક્યુપેશન સર્ટિફિકેટ અને મંજૂર કરાયેલી સુધારેલી બિલ્ડિંગ પરમીટ મેળવી નથી તેમને પેનેલ્ટી ટેક્સ હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે. તેથી બિલ્ડિંગમાં ફલેટ પર પેનેલ્ટી ટેક્સ વસૂલાશે. જોકે બિલ્ડર લોબીએ પોતાના નામના ફલેટ પર મિલકત વેરો વસૂલવાની માગણી કરી છે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version