Site icon

મુંબઈમાં આજે રહેશે આવો મોસમ તેમજ બપોરનો 12 વાગ્યાનો સમય જોખમી- જાણો ગત 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો. પૂરી જાણકારી અહીં

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સહિત મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ સતત પડી રહેલા વરસાદને કારણે   શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન હવામાન ખાતે આગાહી કરી છે કે મુંબઈ શહેરમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. સાથે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો મુંબઈ મહાનગરપાલિકાએ પણ ચેતવણી જારી કરી છે કે મુંબઈ શહેર તેમજ નગરના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મુંબઈમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ બપોરે પોણા 11 વાગ્યાની આસપાસ સાડા ચાર મીટરથી વધુ ઊંચાઈ ની ભરતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં 

બુધવાર સવારથી આઠ વાગ્યાથી ગુરુવાર સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં 61.99 mm તો પૂર્વ ઉપનગરમાં  47.72 mm અને પશ્ચિમ ઉપનગરમાં 45.97 mm જેટલો સરેરાશ  વરસાદ નોંધાયો છે.જોકે શહેરમાં ભારે વરસાદ હોવા છતાં લોકલ ટ્રેનોને અને બેસ્ટની બસોની સેવા સુચારુ રૂપે ચાલી રહી હતી.

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version