News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે. મુંબઈ માટે ઓરેન્જ(Orange alert) તો કોંકણ(kokan) માટે હવામાન ખાતાએ(Weather department) રેડ એલર્ટ(Red alert) આપ્યું હોઈ આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. અતિવૃષ્ટિની શક્યતાને પગલે રાજ્ય સરકાર(State Government) પણ એલર્ટ થઈ ગઈ છે અને એનડીઆરએફની(NDRF) ટુકડીને તૈનાત કરી દીધી છે.
મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના મોટાભાગના વિસ્તાર વરસાદ ગાંડોતૂર બની ગયો છે. રાજ્યમાં ખેડ(Khed), ચિપલૂણ(Chiplun), સંગમેશ્વર(Sangameshwar), લાંજા તાલુકામાં અતિવૃષ્ટિ થઈ છે. ઠેર ઠેર નદીઓમાં પૂર આવ્યા છે. ખેડની જગબુડી, સંગમેશ્ર્વરી શાસ્ત્રી અને રાજાપુરની કોદવલી નદીઓ(Lakes) ખતરાની નિશાનીથી ઉપર વહી રહી છે. સિંધુદુર્ગનો(Sindhudurg) મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે. ભારે વરસાદને કારણે કુંભાર્લી ઘાટમાં ભેખડ ધસી પડતા મુંબઈ-ગોવા વાહન વ્યવહાર(Transportation) ખોરવાઇ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત
કોલ્હાપુરમાં(Kolhapur) પંચગંગા નદીમાં(Panchganga river) નદી જોખમી સપાટી વટાવી ગઈ છે. આસપાસના ગામમાં પૂરનો ભય છે. 9 જુલાઈ સુધી મુશળધાથી અતિ મુશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
ત્રણ દિવસથી કોંકણ કિનારપટ્ટી(Konkan coast) પર જોરદાર વરસાદ ચાલુ છે. સોમવારથી વરસાદે કાળોકેર મચાવ્યો છે. રાયગઢ(Raigad) અને રત્નાગિરિ જિલ્લામાં અનેક તાલુકામાં પૂર આવ્યા છે. રત્નાગિરીમાં 24 કલાકમાં સાડા છ ઈંચ વરસાદ પડી ગયો છે. અનેક ગામ સાથે પૂરના કારણે સંપર્ક તૂટી ગયા છે. અહમદનગરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ઠેરઠેર પૂર આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી ચાર હજાર નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો મુંબઈ, રાયગઢ, રત્નાગિરીમાં એનડીઆરએફની ટુકડીઓન તૈનાત કરી દેવામાં આવી છે.