ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ 12 જૂન 2021
શનિવાર
મુંબઈ શહેરમાં ગત રાત દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પરિણામ સ્વરૂપ મલાડ અને અંધેરીના ગરનાળાઓ એટલે કે sub-wayને બંધ કરવામાં આવ્યા છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. મલાડ અને ખાર તેમ જ મિલન sub-wayમાં પાણી ભરાયાં હોવાને કારણે માત્ર મોટાં વાહન અહીંથી પસાર થઈ રહ્યાં છે.
મુંબઈમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો; જાણો અહીં ક્યાં કેટલો વરસાદ પડ્યો
એટલે કે મુંબઈ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘણું પાણી ભેગું થઈ ગયું છે.
મુંબઈ ઉપરાંત થાણા અને પાલઘર તેમ જ રાયગઢમાં એલર્ટ જાહેર કરાયું છે.
#મુંબઈ શહેર સહિત આ વિસ્તારોમાં #રેડએલર્ટ જાહેર. શહેર માટે મહત્ત્વપૂર્ણ એવા આટલા #રસ્તા બંધ કરાયા. જાણો વિગત. જુઓ વિડીયો#Mumbai #monsoon #redalert #Heavyrain #waterlogged pic.twitter.com/jHrYEImzhX
— news continuous (@NewsContinuous) June 12, 2021