News Continuous Bureau | Mumbai
Railway Mega Block: મુંબઈકરો(Mumbai) માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈકરો માટે લોકલ ટ્રેન (Local Train) લાઈફ લાઇન ગણાય છે. જો આ લોકલ ટ્રેન સર્વિસ ખોરવાય તો મુંબઈકરોને ઘણી જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આજે મધ્ય રેલવે (Central Railway) તરફથી હાર્બર (Harbour) અને ટ્રાન્સ હાર્બર (Trans Harbour) લાઇન પર બ્લૉકના સમાચાર મળી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા આજે એટલે કે 25 ઓગસ્ટથી રવિવાર 27 ઓગસ્ટ સુધી જુઈનગર સ્ટેશન પર બ્લૉક રાખવામાં આવશે.
જુઈનગર પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ સાથે 4 નવા EMU સ્ટેબલિંગ સાઇડિંગ્સને શરૂ કરવાના હોવાથી આ બ્લૉક રાખવામાં આવશે. મળતી માહિતી અનુસાર જુઇનગર સ્ટેશન પર ડાઉન અને અપ હાર્બર (Harbour Line) તેમ જ ટ્રાન્સ-હાર્બર લાઇન પર વિશેષ ટ્રાફિક બ્લૉક માટે જાહેરાત કરવામાં આવી છે.
મધ્ય રેલવેએ રવિવારે થાણેથી કલ્યાણ અને પનવેલથી વાશી વચ્ચે મેગાબ્લોકની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે પર વસઈ રોડ અને વૈતરણ વચ્ચે શનિવારે મધ્યરાત્રિએ બ્લોક લેવામાં આવશે. આ કારણે પશ્ચિમ રેલવે પર દિવસ દરમિયાન કોઈ બ્લોક રહેશે નહીં. રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેક પરના સિગ્નલોની જાળવણી અને સમારકામ માટે બ્લોક જાહેર કરવામાં આવે છે. બ્લોકના કારણે કેટલીક લોકલ ટ્રેનો કેન્સલ થશે અને કેટલીક મોડી પડશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat: ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ મે ડિઝાઇન કર્યું છે… આ B.Com પાસ યુવકનો મોટો દાવો…. જાણો શું છે આ સમગ્ર મામલો..
ક્યાં અને ક્યારે રહેશે આ બ્લૉક?
સનપાડા કાર શેડ તેમ જ જુઇનગર એન્ડ પર ડાઉન અને અપ હાર્બર તેમ જ ટ્રાન્સ-હાર્બર લાઇન બે લાઇન 1 અને 2 પર બ્લૉક રહેશે. આ બ્લૉક આજે એટલે કે 25/08/2023ના 8.00 વાગ્યાથી લઈને 27/08/2023ના રોજ 15.30 કલાક સુધી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બ્લૉકને કારણે ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
પનવેલ લોકલ P-175 CSMTથી 20.00 કલાકે અને P-199 22.50 કલાકે ઉપડે છે. તેમ જ બેલાપુર લોકલ BR-57 CSMTથી 21.38 કલાકે અને BR-59 21.58 કલાકે ઉપડે છે. હવે આ ટ્રેનો વાશી ખાતે 25/26.8.2023ના રોજ (શુક્રવાર-શનિવાર રાત્રિનો સમય) અને 26/27.8.2023ના રોજ (શનિવાર-રવિવાર રાત્રિનો સમય) ટર્મિનેટ કરવામાં આવશે.
આ સાથે જ બેલાપુર-વડાલા રોડ લોકલ BRVD-2 ટ્રેન બેલાપુર CBD પરથી 05.50 કલાકે ઉપડે છે અને બેલાપુર-CSMT લોકલ (Mumbai Local Trains) BR-16 બેલાપુરથી 07.04 કલાકે ઉપડે છે. હવે બ્લૉકને કારણે આ ઉપનગરીય ટ્રેનો 25/26.8.2023ના રોજ (શુક્રવાર-શનિવાર રાત્રિનો સમય)વાશીથી ઉપડશે. આ સાથે જ બ્લૉકને કારણે સનપાડા કારશેડના જુઈનગર એન્ડથી પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત રવિવારના બ્લૉક દરમિયાન હાર્બર અને ટ્રાન્સ-હાર્બર સેવાઓ પણ બંધ રહેશે.