News Continuous Bureau | Mumbai
મુંબઈના હાઈફાઈ વિસ્તાર ગણાતા બાંદરા-ખારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. તેમા પણ અમુક વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાની સાથે જ રસ્તા પર બંને દિશામાં વાહનો પાર્ક કરેલા હોય છે. તેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે, તેથી તેનો નિકાલ લાવવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અહીં ઓડ અને ઈવન (સમાન અને વિષમ) પાર્કિગ પોલીસી અમલમાં મૂકી છે.
ટ્રાફિક વિભાગે બહાર પાડેલા નવી સૂચના મુજબ બાંદરા-ખારના 13 રસ્તાઓ પર આ પોલિસી લાગુ કરવામાં આવી છે.
સિસ્ટમ મુજબ, જ્યારે કેલેન્ડર તારીખ ઈવન હશે ત્યારે રસ્તાની પૂર્વ બાજુએ પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે, જ્યારે તારીખ ઓડ હશે ત્યારે પશ્ચિમ બાજુએ પાર્કિંગ મંજૂરી આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો.. હવે આટલા કલાક કરવી પડશે ડ્યુટી…
દરમિયાન, વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ચાર રસ્તાઓને વન-વે કરવામાં આવ્યા છે.
ટ્રાફિક વિભાગની સૂચના મુજબ માઉન્ટ મેરી રોડ પર માઉન્ટ મેરી ચર્ચથી કેન રોડ સાથેના તેના જંકશન સુધી નો પાર્કિંગ ઝોનની પણ જાહેરાત કરવામાં આવી છે.