News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મુંબઈ પોલીસ મહિલા કર્મચારીઓને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે. મંગળવારથી મહિલા પોલીસકર્મીઓ ૧૨ કલાકને બદલે માત્ર આઠ કલાક ડ્યુટી કરશે. પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા આ સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ આદેશ મહિલા કર્મચારીઓને ઘર અને કામ વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ કરવાના હેતુથી જાહેર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ નિયમ આગામી આદેશ સુધી મુંબઈમાં લાગુ રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજય પાંડેએ જ આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈના કાર્યકારી DGP તરીકે આઠ કલાકની ડ્યુટીની પહેલ શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ઝ્રઁના આદેશ અનુસાર મહિલા કર્મચારીઓ માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં, તેઓએ ત્રણ શિફ્ટમાં કામ કરવું પડશે. પ્રથમ પાળી સવારે આઠ વાગ્યાથી દિવસના ત્રણ વાગ્યા સુધી ચાલશે. જ્યારે ઈવનિંગ શિફ્ટમાં દિવસના ૩ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીની છે અને ત્રીજી શિફ્ટ રાત્રે ૧૦ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીની છે.
આ સમાચાર પણ વાંચો :વાલીઓના ખિસ્સા પર ફરી વળશે કાતર, સ્કૂલ બસની ફીમાં આટલા ટકાનો વધારો થશે.. જાણો વિગતે
બીજા વિકલ્પમાં, શિફ્ટનો સમય સવારે ૭ વાગ્યાથી ૩ વાગ્યા સુધી, બપોરે ૩ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધીનો છે. પોલીસ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરોએ મહિલા કર્મચારીઓ સાથે ડ્યુટીના સમય અંગે ચર્ચા કરવાની રહેશે અને બંને વિકલ્પો અનુસાર તેને ડ્યુટી સોંપવાની રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જાે પહેલના અમલીકરણ અંગે કોઈ સમસ્યા ઊભી થાય તો પોલીસ અધિકારી DCP નો સંપર્ક કરી શકાય છે.
મહિલા દિન નિમિત્તે મહિલા પોલીસકર્મીઓને ખાસ ભેટ આપતાં તેમની ફરજનો સમય ઘટાડવામાં આવ્યો છે. તેમને હવે ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાકની શિફ્ટ કરવાની રહેશે. આ આદેશ મંગળવારથી લાગુ થશે. જાે કે, આ નિયમ આગામી આદેશો શહેરમાં ચાલુ રહેશે. આ માહિતી મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા આપવામાં આવી છે.