ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ અનેક પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મુંબઈ પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી સરકારના પક્ષોએ અત્યાર સુધી અલગ અલગ રીતે લડવાની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાજ્યના જળસંસાધનપ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા જયંત પાટીલે કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડીના પક્ષો સાથે લડશે એવી જાહેરાત કરી છે. એથી મુંબઈની ચૂંટણી માટે અલગ ધોરણ અને અન્ય શહેરો માટે અલગ ધોરણ કેમ એવા સવાલ રાજકીય સ્તરે થઈ રહ્યા છે.
શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી 'બબિતાજી', જાણો શું હતો સમગ્ર મામલો
કલ્યાણ-ડોંબિવલીમાં પક્ષની ઑફિસના ઉદ્ઘાટન દરમિયાન જયંત પાટીલે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણી માટે સકારાત્મક વલણ રાખે છે. રાજ્યમાં 3 પાર્ટીની સરકાર છે એટલે કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણીમાં પણ અમે ગઠબંધન કરી શકીએ છીએ. રાજ્યમાં એકસાથે અને સ્થાનિક સ્તરે અલગ રહેવું યોગ્ય ના કહેવાય એવું પણ જયંત પાટીલે કહ્યું હતું.