News Continuous Bureau | Mumbai
Kandivali : કાંદિવલી વિસ્તારમાંથી 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારનો ( Rape case ) મામલો સામે આવ્યો છે. આરોપ છે કે શાળાના સિક્યોરિટી ગાર્ડે ( School security guard ) માસૂમ બાળકને ચોકલેટ આપવાના બહાને બાથરૂમની અંદર લઈ જઈ તેના પર બળાત્કાર ( Rape ) ગુજાર્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ ( POCSO Act ) હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓમાં ( parents ) રોષનું વાતાવરણ છે અને તેઓ પોલીસ પાસે આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. પીડિત બાળકીની માતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે કાંદિવલી વિસ્તારની પ્રી-સ્કૂલમાં ( pre-school) અભ્યાસ કરતી 4 વર્ષની બાળકી તેના પિતા સાથે શાળાએ ગઈ હતી. પરંતુ 2 ફેબ્રુઆરીએ જ્યારે બાળકી શાળાએથી ઘરે પરત આવી ત્યારે તેને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થવા લાગ્યો હતો.
હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે…
બાળકીની માતાએ તેને વિશ્વાસમાં લઈને પૂછ્યું તો તેણે સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. દીકરીના આ શબ્દો સાંભળીને તેની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતાએ તરત જ તેની પુત્રીને શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પીડિતાની માતાની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સ્કુલ સામે વિરોધ પ્રદર્શન કરતી રેલી કાઢી હતી અને આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. આ બાબતે પોલીસનું કહેવું છે કે આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા પહેલા તેને જેલમાં મોકલી દેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ભાજપના રાજ્યસભાના આ દિગ્ગજ નેતા હવે મુંબઈથી લોકસભા ચૂંટણી લડે તેવા સંકેતોઃ અહેવાલ..
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના બન્યા બાદ શાળા પ્રશાસનની ( school administration ) ભૂમિકા શંકાસ્પદ દેખાઈ હતી. બે શિક્ષકોએ બાળકીને બેભાન અવસ્થામાં બાથરૂમમાંથી બહાર કાઢી હતી અને પોલીસ કે પરિવારને જાણ કરીને હોસ્પિટલ લઈ જવાને બદલે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પ્રિન્સિપાલ અને શિક્ષકોએ 4 વર્ષીય બાળકીને ત્રણ કલાક સુધી સ્કૂલમાં જ રાખી અને તેને પેઈન કિલર આપી તેને સુવડાવી દીધી હતી.
પ્રિન્સિપાલ અને બે મહિલા શિક્ષકો સામે કેસ નોંધાણો..
એક અહેલાલ મુજબ, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ માતા પિતા જ્યારે સ્કુલ પ્રિન્સિપાલને મળવા ગયા. ત્યારે સ્કુલ પ્રશાસ તરફથી એક વકીલ પહેલેથી જ પ્રિન્સિપાલ ઓફિસમાં હાજર રહ્યો હતો. જે બાદ સ્કુલ પ્રિન્સિપાલે આ મામલે માતા પિતાને ચુપ રહેવાની સલાહ આપી હતી, તેમજ આ સ્કુલનો મામલો છે. તેથી અમે સિક્યોરિટી ગાર્ડ સામે કાર્યવાહી કરશું એવુ કહી બાળકીના માતા પિતાને શાંત રહેવા કહેવામાં આવ્યું હતું. બાળકીના માતા પિતાએ આ વાતથી ઈન્કાર કરી દેતા વકીલે તેમને ડરાવવા ધમકાનો પણ પ્રયત્ન કર્યો હતો.
આ સમગ્ર બાબત પછી લોકોમાં ગુસ્સો વધુ વધ્યો હતો. જે બાદ પોલીસ સ્ટેશનમાં સ્કુલ પ્રશાનસન સામે કાર્યવાહી કરી આ સ્કુલ બંધ કરવાની માંગ ઉઠી હતી. આક્રોશ વધતા પોલીસે કાર્યવાહી કરતા હાલ સમતા નગર પોલીસે પ્રિન્સિપાલ અને બે મહિલા શિક્ષકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અધિનિયમની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.