Site icon

મુંબઈમાં આ તારીખથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ ચાલુ કરવાનો મુંબઈ મનપાનો આદેશ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમા રાખીને મુંબઈની પ્રાથમિક શાળા ફરી શરૂ કરવાનું 15 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામા આવ્યું હતું. હવે જોકે મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ અધિકારીએ આવતી કાલથી મુંબઈની પ્રાથમિક શાળાઓ ફરી ચાલુ કરવાનાનો નિર્દેશ આપ્યો છે. જોકે સ્કૂલને લઈને હજી સુધી સ્કૂલ તરફથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાથી પોતાના બાળકોને બુધવાર 15 ડિસેમ્બરથી સ્કૂલ મોકલવાને લઈને વાલીઓ મૂંઝવણમાં છે.

રાજયમાં ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈની પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાને લગતો નિર્ણય સ્થાનિક પ્રશાસન પર નાખવામાં આવ્યો છે. તેથી પાલિકાએ 30 નવેમ્બરના દિવસે 15 ડિસેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના પ્રતિબંધક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. 

મુંબઈના આ વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ લિફ્ટ થઇ ધરાશાયી, 5 ઘાયલ; જાણો વિગતે 

પાલિકના શિક્ષણ અધિકારી રાજુ તડવીના કહેવા મુજબ તમામ ઓફિસ અને કોલેજ ચાલુ થઈ ગઈ છે. તેથી  કોવિડ લગતા નિયમોનું પાલન કરીને હવે સ્કૂલ ચાલુ કરવામાં પણ વાંધો ન હોવાનું પ્રશાસન નું માનવું છે.  પાલિકાએ તમામ શાળાઓને 15 ડિસેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાના પહેલા દિવસે તમામ તૈયારીઓ કરવાની સૂચના આપી દીધી છે. તે મુજબ આવતી કાલથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ ચાલુ થશે. 

 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version