ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોના અને ઓમાઈક્રોનના વધતા કેસ સામે માસ્ક વગરના લોકો સામેની કાર્યવાહીને વધુ આકરી બનાવવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ રેલવે પરિસરમાં જ માસ્ક વગરના પ્રવાસીઓને દંડવામાં આવે છે. બુધવારે ફકત એક જ દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 256 વ્યક્તિઓને રેલવે પરિસરમાં દંડમાં આવ્યા હતા.
સેન્ટ્રલ રેલ્વેએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ટ્રેનો અને પ્લેટફોર્મ પર માસ્ક ન પહેરનારા મુસાફરો સામેની કાર્યવાહીને વધુ આકરી બનાવી છે. જે હેઠળ મંગળવાર 12 જાન્યુરીના રોજ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો પર માસ્ક ન પહેરવા બદલ 256 વ્યક્તિઓને દંડવામાં આવ્યા હતા. તેમની પાસેથી દંડ તરીકે 44,900 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
પહેલી જાન્યુઆરી 2022થી 12 જાન્યુઆરી 2022 સુધીમાં સેન્ટ્રલ રેલવેના પરિસરમાં કુલ 2,293 વ્યક્તિઓ માસ્ક પહેર્યા ન હતા અને તેમની પાસેથી 3.93 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સેન્ટ્રલ રેલવેએ તેણે જાહેર કરેલી પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું.
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ સેન્ટ્રલ રેલ્વેએ 17 એપ્રિલ 2021 થી માસ્ક નહીં પહેરનારા પ્રવાસો સામે આ અભિયાન શરૂ કર્યું છે. 17 એપ્રિલ 2021 થી 12 જાન્યુઆરી 2022 ના સમયગાળા દરમિયાન, સેન્ટ્રલ રેલ પર ટિકિટ ચેકિંગ કર્મચારીઓની વિશેષ ટીમોએ કોવિડ-19 માર્ગદર્શિકા અનુસાર માસ્ક/ફેસ કવર ન પહેરવા બદલ કુલ 30,375 મુસાફરોને પકડ્યા હતા અને તેમની પાસેથી 50.20 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આખરે મુંબઈમાં હવામાન ચોક્કસ આગાહી થશે, મુંબઈના બીજા રડારનું આજે લોકાર્પણ; જાણો વિગત
મુંબઈ વિભાગ – 3,143 કેસ થયા છે, તેમની પાસેથી 6.18 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભુસાવલ વિભાગ – 14,046 કેસ સામે 16.41 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નાગપુર વિભાગ – 7,924 કેસ નોંધાયા હતા અને તેમની પાસેથી 15.84 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સોલાપુર ડિવિઝન – 2,404 કેસ નોધાયા છે અને તેમની પાસેથી 5.20 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પુણે વિભાગ – 2,858 કેસ સામે 6.57 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.