News Continuous Bureau | Mumbai
મુંબઈમાં બે જવાબદારી પૂર્વક વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ ધરી હતી. જે હેઠળ મુંબઈમાં ફક્ત એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના 6401 કેસ નોંધાયા હતા.
મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈગરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. એ સાથે જ ટ્રાફિક પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી, જેમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારાઓની સાથે જ ખોટી દિશામાં વાહન ચલાવનારા કુલ 35 સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ, હવે લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. રેલવે લાવી રહી છે આ યોજના.. જાણો વિગતે
મુંબઈમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ઉપનગરમાં સૌથી વધુ કાર્યવાહી થઈ હતી. વનવે માં વાહન હંકારનારા 564 સામે પગલાં લેવામાં આવ્યા હતા. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવનારા 2,864 લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો. સીટ બેલ્ટ વગરના 658 કેસ નોંધાયા હતા. નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવાના 2,047 કેસ નોંધાયા હતા.