ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં વેક્સિનેશનનો આંકડો 100 મિલિયનને પાર કરી ગયો છે. ત્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકામાં વિસ્તારમાં પણ 13,82,188 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી અહી કુલ વસતીના 83.1 ટકાનું લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. જેમાં લગભગ 8,66,314 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તો 5,15,874 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ આંકડો 16 જાન્યુઆરી 2021થી 9 નવેમ્બર 2021 સુધીનો છે.
બુસ્ટર ડોઝ આપવો કે નહીં? નક્કી કરવા મુંબઈ મનપા કરશે આ કામ. જાણો વિગત.
વસઈ-વિરાર પાલિકાના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ વિરાર(વેસ્ટ)ના બોલિંગ એમસીએચ અને નાલાસોપારા (વેસ્ટ)ની સોપારાની હોસ્પિટલમાં તેમ જ વસઈ(પૂર્વ) સ્થિત વરુણ સીટીવી વેંક્સિનેશન સેન્ટરમાં 24 કલાક વેક્સિનેશન ચાલુ હોય છે. આ સિવાય વસઈ-વિરારમાં ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.