ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં વેક્સિનેશનનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. વેક્સિને લેનારાની સંખ્યા વધવાની સાથે જો કે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધી છે કે નહીં તે તપાસવાનું પણ આવશ્યક છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ છઠ્ઠો સિરોસર્વે કરવાની છે. જેમાં પહેલો ડોઝ, બીજો ડોઝ અને અત્યાર સુધી એક પણ ડોઝ નહીં લીધેલા લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે. આ અભ્યાસ દરમિયાન મુંબઈગરના શરીરમાં એન્ટીબોઝિડઝનું પ્રમાણ કેટલું છે તે જાણ્યા બાદ જ બુસ્ટર ડોઝ બાબતે કોઈ નિર્ણય લઈ શકાશે. જોકે અહી ઉલ્લેખનીય છે કે બુસ્ટર ડોઝ બાબતે હજી સુધી કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો નથી. એટલે જયાં સુધી કેન્દ્ર સરકાર બુસ્ટર ડોઝને લઈને કોઈ નિર્ણય લેશે નહીં ત્યાં સુધી બુસ્ટર ડોઝ બાબતે પાલિકા બુસ્ટર ડોઝ આપી શકશે નહીં. મુંબઈ સહિત દેશભરમાં કોરોના માટે 16 જાન્યુઆરી 2021થી વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.
કાંદાના ભાવ રડાવવાનું બંધ કરશે. મુંબઇના બજારમાં ઇરાની કાંદા આવ્યા.