Site icon

પથ્થરબાજોના નિશાના પર હવે એસી લોકલ, પ્રવાસીઓનો જીવ જોખમમાં, એક પથ્થરથી રેલવેને પડે છે 10,000રૂ.નો ફટકો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

પથ્થરબાજોના નિશાના પર મુંબઈના એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારવાના બનાવ વધી રહ્યા છે, તેને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં આવી છે. એ સાથે જ રેલવેને પણ બારીનો તૂટેલો એક કાચ બદલવામાં સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ફટકો પડી રહ્યો છે.

Join Our WhatsApp Community

રેલવેમાં દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરનારાઓ પર પથ્થર મારવાના બનાવો કાયમ બનતા હોય છે. જેમાં અત્યાર સુધી અનેક પ્રવાસીઓને પોતાની આંખ ગુમાવી હોવાના બનાવ પણ નોંધાયા છે. હવે જોકે પથ્થરબાજોના નિશાના પર એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારીને કાચ તોડવાના બનાવ વધી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : એસી લોકલ સામાન્ય પ્રવાસીઓને લાવી પરસેવો.. એસી લોકલની ફેરા વધ્યા અને સેન્ટ્રલ રેલવેનું ટાઈમટેબલ ખોરવાયું. જાણો વિગતે

રેલવેના જણાવ્યા મુજબ એસી લોકલ પર પથ્થર મારવાને કારણે બારીનો કાચ તૂટી જાય છે. એક કાચના સમારકામ પાછળ સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. પથ્થર મારવાના સૌથી વધુ બનાવ હાર્બર લાઈનમાં બને છે. ખાસ કરીને ગોવંડી અને માનખુર્દમાં રેલવે પાટાને અડીને આવેલા ઝૂંપડપટ્ટીમાથી પથ્થર ફેંકવાનું પ્રમાણ વધારે હોય છે. તો સેન્ટ્રલ રેલવેમાં કલવા-મુંબ્રામાં આવી ઘટનાઓ વધારે બને છે.

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version