News Continuous Bureau | Mumbai
IndiGo Flight Passengers: હાલ સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટ પર ટાર્મેક પર ભોજન કરતા મુસાફરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, MoCAના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. સાથે આ મામલે બંને પાસેથી જવાબ પણ માંગ્યો છે.
જુઓ વિડીયો
passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS
— JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024
નાણાકીય દંડ સહિતની કાર્યવાહી
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગત મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ આ વાત સામે આવી હતી. નોટિસ અનુસાર, જો દિવસના અંત સુધીમાં જવાબ સબમિટ કરવામાં નહીં આવે, તો બ્યુરો એરલાઇન્સ અને એરપોર્ટ્સ સામે નાણાકીય દંડ સહિતની કાર્યવાહી કરશે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya : શ્રી રામની નગરી ગુજરાતની સુવાસથી સુગંધિત થઈ, મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 108 ફૂટ લાંબી ધૂપ સળી પ્રગટાવવામાં આવી.. જુઓ વિડીયો
શું હતું વીડિયોમાં..
ગઈકાલે એટલે કે સોમવાર, 15 જાન્યુઆરી 2024 આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોવા મળે છે કે રાત્રીનો સમય છે, જ્યાં ઈન્ડિગો પ્લેન પાર્ક છે અને કેટલાક મુસાફરો નજીકમાં જમીન પર બેઠા છે. કેટલાકના હાથમાં ફોન છે, કેટલાક એકબીજા સાથે વાત કરી રહ્યા છે તો કેટલાક ભોજન કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઓપરેશનલ સમસ્યાઓના કારણે મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.