Inspira Realty: બોરીવલીમાં ઈન્સ્પિરા રિયલ્ટીનો ત્રીજો પ્રોજેક્ટ, આટલા કરોડની જીડીવી સાથે નવા મકાન આપશે

Inspira Realty: ઈન્સ્પિરા રિયલ્ટીએ બોરીવલીમાં તેના ત્રીજા પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર કર્યાં; રૂપિયા 4,000 કરોડથી વધુ જીડીવીનો ઉદ્દેશ

by khushali ladva
Inspira Realty Inspira Realty's third project in Borivali will provide new houses with a GDV of this much crores

News Continuous Bureau | Mumbai 
• ઈન્સ્પિરા રિયલ્ટી મુંબઈના ખૂબ જ ઊંચી માંગ ધરાવતા ઉપનગરોમાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સ વિકસાવી રહેલ છે.
• નવા પ્રોજેક્ટો આશરે 1 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે, જેમાં આશરે 5 લાખ સ્વેર ફૂટ પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ છે.
• અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રીમિયમ 3 અને 4 બીએચકે રેસિડેન્શ.


Inspira Realty: મુંબઈ, 20 જાન્યુઆરી 2025: પ્રીમિયમ લિવિંગ અને કોમર્શિયલ સ્પેસ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર એક યંગ અને ડાયનામિક રિયલ એસ્ટેટ ડેવલપર ઈન્સ્પિરા રિયલ્ટી (Inspira Realty)એ બોરીવલી વેસ્ટમાં પોતાના ત્રીજા પ્રીમિયમ પ્રોજેક્ટ માટે એક ડેવલપમેન્ટ એગ્રિમેન્ટ (ડીએ) પર હસ્તાક્ષર કર્યાં છે. વ્યૂહાત્મક રીતે એસ.વી.રોડ પર સ્થિત આ લેન્ડમાર્ક ડેવલપમેન્ટ આશરે એક એકરમાં ફેલાયેલ છે અને 500,000 સ્વેર ફૂટ કરતાં વધારે ડેવલપમેન્ટની સંભાવનની ઓફર રજૂ કરે છે, જે શહેરી જીવનને પુનઃવ્યાખ્યાયિત કરવાની ઈન્સ્પિરા રિયલ્ટીની વચનબદ્ધતાને મજબૂત કરે છે. વર્તમાન સમયમાં કંપની સાઈ બાબા નગર, બોરીવલી(પશ્વિમ)માં આશરે 650,000 સ્વેર ફૂટના નિર્માણ વિસ્તારમાં બે પ્રોજેક્ટો પર કામ કરી રહેલ છે.

આ સમાચાર પણ વાંચો : Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો


Inspira Realty: ફક્ત ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ રૂપિયા 4,000 કરોડથી વધારે સંકલિત ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (જીડીવી) હાંસલ કરવા સાથે ઈન્સ્પિરા લિટલ્ટીના તાજેતરનો પ્રોજેક્ટ શહેરના પ્રીમિયમ રિયલ એસ્ટેટ માર્કેટમાં તેની વધરી રહેલી ઉપસ્થિતિને મજબૂતપણે દર્શાવે છે. આ નવો પ્રોજેક્ટ ઈન્સ્પિરા રિયલ્ટીના મુંબઈ ખાતે જે 7 જેટલા રેસિડેન્શિયલ પ્રોજેક્ટોમાં આશરે 2 મિલિયન સ્વેર ફૂટના વર્તમાન તથા નિર્ધારિત ડેવલપમેન્ટના વ્યાપક પોર્ટફોલિયોનો ભાગ છે, જેમાં પુનઃનિર્માણ કરવામાં આવી રહેલા શહેરી વિસ્તારોમાં રિડેવલપમેન્ટની પહેલનો સમાવેશ થાય છે. રૂપિયા 500 કરોડથી વધુ રોકાણની યોજના સાથે કંપની આધુનિક શહેરી જીવનની જરૂરિયાતો પ્રમાણે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ડેવલપમેન્ટ્સને રજૂ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
“બોરીવલી એ શહેરી જીવન માટે સૌથી વધુ ઈચ્છીત સ્થળ છે,” તેમ ઈન્સ્પિરા રિયલ્ટીના સ્થાપક શ્રી આયુષ મધુસુદન અગ્રવાલે જણાવ્યું હતું. “ એક યુવા અને પ્રગતિશીલ ડેવલપર તરીકે ઈન્સ્પિરા રિયલ્ટી નવીનત્તમ અને અર્થપૂર્ણ ડિઝાઈન ધરાવતા પ્રોજેક્ટો મારફતે શહેરી વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે સંપૂર્ણપણે વચનબદ્ધ છે. આધુનિક, ખૂબ જ સારી રીતે યોજના ધરાવતા રહેઠાણોની વધી રહેલી માંગ, અને મુંબઈ મેટ્રો તથા વિસ્તરીત કરેલ માર્ગોના નેટવર્ક જેવા પ્રોજેક્ટોના માધ્યમથી વધુ સારી કનેક્ટિવિટીથી બોરીવલી વિસ્તાર એક આકર્ષક રેસિડેન્શિયલ ડેસ્ટિનેશન બની ગયું છે. અમારા પ્રોજેક્ટોને ખૂબ જ સારો પ્રતિસાધા મળી રહ્યો છે- પ્રતાપ આદિનાથ (Pratap Adinath)- લગભગ વેચાઈ ચુકેલ છે-અને ઈન્સ્પિરા ઓરા(Inspira Aura)-નોંધપાત્ર પ્રમાણમાં ઈન્ક્વાઈરીઝનું સર્જન કરી રહેલ છે, જે આ માઈક્રો-માર્કેટમાં અમારા વિશ્વાસને સુદ્રઢ કરે છે. અમારો વૃદ્ધિ પામી રહેલ પોર્ટફોલિયો કે જે જીડીવીમાં રૂપિયા 4,000 કરોડને વટાવી ગયેલ છે તે અમારા ગ્રાહકો તથા રોકાણકારોને અસાધારણ મૂલ્ય તથા ગુણવત્તા પૂરી પાડવાને લગતી અમારી સંપૂર્ણ વચનબદ્ધતાને દર્શાવે છે.”

આ સમાચાર પણ વાંચો : Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ


Inspira Realty: આ ડેવલપમેન્ટ ખાસ 3 અને 4 બીએચકેની ઓફર કરશે, જે પૂરી સમજણ ધરાવતા ઘર ખરીદનારાઓની મહત્વકાંક્ષાને પૂરી કરવા સોફિસ્ટીકેટેડ ડિઝાઈ, સાનુકૂળતા, અને આધુનિકતાથી સજ્જ આરામદાયક સુવિધાઓનો ઉત્તમ સમન્વય ધરાવે છે. મુંબઈ સબર્બમાં બ્રાંદ્રાથી બોરીવલી અને ચેમ્બુર સુધી સુધી ઈન્સ્પિરા રિયલ્ટીના વિવિધ સક્રિય પ્રોજેક્ટો ફેલાયેલ છે, જે મહત્વના સ્થળો તથા અર્થપૂર્ણ ડિઝાઈન પર કેન્દ્રીત છે.
માનવ-કેન્દ્રિત ડિઝાઈન અને ખૂબ જ સાવચેતીપૂર્વક પ્લાનિંગ પર કેન્દ્રિત કરવા સાથે ઈન્સ્પિરા રિયલ્ટીને તેના ખાસ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ તથા વ્યૂહાત્મક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટો માટે ઓળખવામાં આવે છે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટથી વિશેષ કંપની શેન્દ્રા એમઆઈડીસી, છત્રપતિ સંભાજી નગરમાં તેના 232-એકરના ઈન્સ્પિરા સિટી ડેવલપમેન્ટ મારફતે ઈન્ડસ્ટ્રીયલ તથા લોજીસ્ટીક્સ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. ભારતના વિકાસ પામી રહેલ ઈ-કોમર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જરૂરિયાતોને પૂરી કરવા માટેના આ વિશાળ-કદના વેરહાઉસિંગ અને ઈન્ડસ્ટ્રીયલ હબ આધુનિક શહેરી અને ઔદ્યોગિક લેન્ડસ્કેપ્સને આકાર આપવાના ઈન્સ્પિરા રિયલ્ટીના વૈવિધ્યસભર અભિગમને પ્રતિબિંબિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More