News Continuous Bureau | Mumbai
Inspira Realty :
- લગભગ એક એકરમાં ફેલાયેલા, ૩૭ માળના સ્ટેન્ડ-અલોન ટાવરમાં, મર્યાદિત બાલ્કની એપાર્ટમેન્ટ્સ, સર્ફેસ કાર પાર્કિંગની સુવિધા સાથે.
- પેડલ અને પિકલબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, પેટ પાર્ક, સોફ્ટ-સરફેસ જોગિંગ ટ્રેક, સ્પા અને સલૂન સહિતની વ્યાપક નવીન સુવિધાઓ.
પ્રીમિયમ લિવિંગ અને ઈન્ડસ્ટ્રીયલ સ્પેસ સેક્ટરમાં પોતાની ઓળખ બનાવી રહેલા એક યુવા અને ગતિશીલ રિયલ એસ્ટેટ ડેવલપર, ઇન્સ્પિરા રિયલ્ટીએ ઇન્સ્પિરા ઓરાના લોન્ચની જાહેરાત કરી છે, જે બોરીવલી વેસ્ટના સાઈ બાબા નગરમાં તેનો બીજો પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ઝીણવટપૂર્વક ડિઝાઇન કરેલા 2 અને 3 BHK રહેણાંક મકાનો છે, જેમાં શહેરી જીવનને પુનઃવ્યાખ્યાયિત કરતી વૈભવી અને વિશિષ્ટ આધુનિક સુવિધાઓ છે.
લગભગ 1 એકર જમીન પર ભવ્ય રીતે નિર્મિત 37 માળનું, ઇન્સ્પિરા ઓરા 4.5 લાખ ચોરસ ફૂટથી વધુનો બાંધકામ વિસ્તાર ધરાવે છે. ઓછી ગીચતા ધરાવતા, ઇન્સ્પિરા ઓરામાં મર્યાદિત બાલ્કની એપાર્ટમેન્ટ્સ છે, જે તેના રહેવાસીઓ માટે પ્રાઈવસી અને ઉન્નત જીવનના અનુભવને સુનિશ્ચિત કરે છે. વિચારપૂર્વક ડિઝાઇન કરેલા 2BHK એકમો 606 અને 734 ચોરસ ફૂટના કાર્પેટ એરિયામાં ઓફર કરવામાં આવે છે, જ્યારે 3BHK એકમો 1008 અને 1108 ચોરસ ફૂટના છે, જે રહેવાસીઓ માટે પૂરતી રહેવાની જગ્યા અને વિકલ્પો સુનિશ્ચિત કરે છે. દરેક રહેઠાણ સમર્પિત પોડિયમ સર્ફેસ કાર પાર્કિંગ અને ભવ્ય ડબલ-હાઈટ લોબી સાથે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સમકાલીન ઘરમાલિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે. વધુમાં, ખાનગી બેઠક ધરાવતી બાલ્કનીઓ નિવાસીઓના જીવન જીવવાના અનુભવોમાં વધારો કરશે.
બોરીવલી વેસ્ટના સાઈ બાબા નગરમાં સ્થિત, ઇન્સ્પિરા ઔરા જૈન દેરાસર સહિતના વિવિધ પૂજા સ્થળોથી ઘેરાયેલું છે અને મુંબઈના મુખ્ય સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અસીમિત કનેક્ટિવિટી ધરાવે છે, જે તેને પરિવારો માટે એક આદર્શ પસંદગી બનાવે છે. માઇક્રો-માર્કેટમાં પ્રથમ એવા પેડલ અને પિકલ બોલ કોર્ટ, પેટ પાર્ક, સ્વિમિંગ પૂલ, સોફ્ટ-સર્ફેસ જોગિંગ ટ્રેક, સ્પા અને સલોન તેમજ મિની થિયેટર સહિતની પ્રભાવશાળી સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટ માઇક્રો-માર્કેટમાં સૌથી અલગ તરી આવે છે.
આ સમાચાર પણ વાંચો : Youth Training Scheme : મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની મુદતમાં પાંચ મહિનાનો વધારો
ઇન્સ્પિરા રિયલ્ટીના સ્થાપક અને ડિરેક્ટર આયુષ મધુસુદન અગ્રવાલે જણાવ્યું હતું કે, “ઇન્સ્પિરા ઔરા ફક્ત એક રહેણાંક પ્રોજેક્ટ કરતાં વધુ છે; આધુનિક જીવન માટે મહત્વાકાંક્ષી જગ્યાઓ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું તે પ્રતિક છે. વિકસિત માળખાકીય સુવિધાઓ, લીલીછમ જગ્યાઓ અને ઉત્તમ કનેક્ટિવિટી ધરાવતું બોરીવલી, મુંબઈના સૌથી આશાસ્પદ રિયલ એસ્ટેટ બજારોમાંથી એક બની રહ્યું છે, જે તેને આ પ્રોજેક્ટ માટે યોગ્ય સ્થળ બનાવે છે. પ્રાઈમ લોકેશન, ઓછી ગીચતા સાથેની ડિઝાઇન તેમજ અજોડ સુવિધાઓ સાથે, ઇન્સ્પિરા ઔરા બોરીવલી વેસ્ટમાં એક સીમાચિહ્ન બનવા માટે તૈયાર છે, જે રહેવાસીઓને આરામ, વૈભવ અને સગવડો સાથેની જીવનશૈલી પ્રદાન કરે છે.” રેરા મુજબ આ પ્રોજેક્ટ માર્ચ 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ચેમ્બુર, બાંદ્રા, વિલે પાર્લે, મલાડ અને બોરીવલીમાં ઇન્સ્પિરા રિયલ્ટીના અન્ય 7 પ્રોજેક્ટ હાલ નિર્માણાધીન છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.