ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
કોરોના ને કારણે ડોક્ટરોને ઘણી મહેનત કરવી પડી રહી છે. અનેક ડોક્ટરોને ઘરે જવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ ઉપરાંત ડોક્ટરોને કોરોના નું ઇન્શ્યોરન્સ કવર પણ ઉપલબ્ધ નથી. શારીરિક અને માનસિક યાતનાઓનો પાર નથી. આ પરિસ્થિતિમાં મુંબઈના જે.જે હોસ્પિટલના ડોક્ટરો આજે વિરોધ પ્રદર્શન કરવા મેદાને ઉતરી આવ્યા હતા. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને તેમણે પોતાની ઉપર થઈ રહેલી તકલીફો વર્ણવી હતી. તેમની માગણી છે કે સરકાર તેમના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપે તેમજ ઇન્શ્યોરન્સ કવર પણ ઉપલબ્ધ રહે.
જે.જે. હોસ્પિટલના ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરવા બેઠા. કોરોના ના દર્દીઓ જેટલી સુવિધા પણ ડોક્ટરોને નથી. જાણો વિગત જુઓ વિડિયો…#Mumbai #covid19 #coronavirus #doctors #protest pic.twitter.com/wTDCKU1DLN
— news continuous (@NewsContinuous) April 15, 2021
