News Continuous Bureau | Mumbai
મુંબઈના(Mumbai) પૂર્વ ઉપનગર(Eastern Suburbs) અને પશ્ર્ચિમ ઉપનગરને(Western suburbs) જોડનારા જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) પર લગભગ અઠવાડિયા સુધી ટ્રાફિક ભયાનક સમસ્યા રહી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ વે(Eastern Expressway) પરના JVLR બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે છેવટે પૂર્ણ થતા રવિવારથી બ્રિજ વાહનવ્યવહાર(Transportation) માટે ખુલ્લો મુકવામાં આવતા વાહનચાલકોની હાલાકીનો અંત આવ્યો હતો.
JVLR ફ્લાયઓવર પૂર્વ-પશ્ચિમ ઉપનગરોને જોડવા માટે મહત્વપૂર્ણ છે. MSRDC દ્વારા ક્ષતિગ્રસ્ત સાંધાને કારણે પુલ સમારાકામ માટે 13 થી 24 મે ફ્લાયઓવર બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ ફ્લાયઓવર મહત્વનો હોવાથી તેમ જ વાહનોની સંખ્યાની સામે અહીં રસ્તો ઘણો નાનો હોવાથી ઈસ્ટર્ન ફ્રી વે પર વિક્રોલી પાસે ટ્રાફિક મોટી ટ્રાફિક જામ(Traffic jam) સર્જાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ કોંગ્રેસનો આ મંત્રી લાલુ પ્રસાદ યાદવના રસ્તે ચાલ્યો. મળી શકે છે બિહારથી રાજ્યસભાની ટિકિટ.. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ… જાણો વિગતે
ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર, કાંજુર માર્ગથી(Kanjur Marg) ઘાટકોપર અને JVLR થી પવઈ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકોના કલાકો ટ્રાફિકમાં જતા હતા. અડધા કલાકની મુસાફરીમાં બે થી ત્રણ કલાકનો સમય લાગતો હતો. ઓફિસ કે ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબને લઈને નાગરિકોએ સોશિયલ મીડિયા(Social media) પર પણ મોટા પ્રમાણમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
MSRDCએ જોકે 21 મે, શનિવાર સુધીમાં પુલનું કામ પૂર્ણ કરી દીધું હતું. નિર્ધારિત સમય કરતાં બે દિવસ વહેલા રવિવારે બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેથી લોકોને થોડી રાહત થઈ હતી. પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે વધારાનો સ્ટાફ અને મશીનરીની મદદ લેવામાં આવી હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો.